January 18, 2025

દુનિયાભરમાં ઝેરીલી હવાથી 40 વર્ષમાં 13 કરોડથી વધારે મોત, India-Chinaની હાલત ખરાબ

નવી દિલ્હી: સિંગાપોર યુનિવર્સિટીના અભ્યાસ મુજબ 1980 થી 2020 વચ્ચે વાયુ પ્રદૂષણને કારણે વિશ્વભરમાં કુલ 135 મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે. રિપોર્ટ અનુસાર આ 40 વર્ષોમાં કાર્બન ઉત્સર્જન, જંગલમાં લાગેલી આગ જેવી ઘટનાઓએ આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ લીધા છે.

સિંગાપોરની નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીએ આ સંશોધન સંબંધિત માહિતીને સાર્વજનિક કરતી વખતે વધુ એક દાવો કર્યો છે. સંશોધકોનું માનવું છે કે અલ નીનો અને હવામાન સંબંધિત અન્ય પરિબળોએ પણ વાયુ પ્રદૂષણની અસરોને વધુ ખતરનાક બનાવી છે.

વાયુ પ્રદૂષણનો ઉલ્લેખ થતાં જ PM 2.5 નો વિષય સ્વાભાવિક રીતે મનમાં આવે છે. અભ્યાસમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, PM 2.5 એટલે કે ઝેરી હવા સાથે નાના કણો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને પછી સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો: સ્કૂલ વર્ધી એસોશિએશને રીક્ષા-વાનના ભાવ વધાર્યા, નવા સત્રથી લાગુ થશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકો ખૂબ જ નાની ઉંમરમાં વાયુ પ્રદૂષણને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. પ્રદૂષણને કારણે વાસ્તવિક સમસ્યા એ છે કે તેનાથી સંક્રમિત લોકોની આયુષ્ય દર ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં વાયુ પ્રદૂષણને કારણે હાર્ટ એટેક, ફેફસાના રોગ, કેન્સર અને અન્ય રોગો વધુ ઘાતક બની રહ્યા છે. વાયુ પ્રદૂષણની ખરાબ અસરોને કારણે જે રોગોની સારવાર થઈ શકતી હતી તે અસાધ્ય બની રહી છે.

એશિયન દેશોની ખરાબ હાલત
સિંગાપોર યુનિવર્સિટીના અભ્યાસ મુજબ પીએમ 2.5ના કારણે સૌથી વધુ મૃત્યુ એશિયામાં થયા છે. એશિયામાં લગભગ 10 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાં પણ સૌથી વધુ મોત ચીન અને ભારતમાં થયા છે. ભારત અને ચીન ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા અને જાપાનમાં પણ મોટા પાયે લોકોના અકાળ મૃત્યુ થયા છે. આ દેશોમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 20 લાખથી 50 લાખની વચ્ચે છે.

PM 2.5 શું છે?
સૂક્ષ્મ રજકણોને 2.5 માઇક્રોન અથવા તેનાથી ઓછા વ્યાસ ધરાવતા કણો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે (PM2. 5).