December 24, 2024

Pakistan સામે જોરદાર પ્રદર્શન બાદ Bumrah આ ખાસ યાદીમાં સામેલ

Jasprit Bumrah: ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2024ની મહત્વપૂર્ણ મેચ રમાઈ ગઈ છે. ટીમ ભારત ટીમ વર્લ્ડ કપમાં ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. આ મેચમાં ટીમ ભારતે પાકિસ્તાનની ટીમને 6 રનથી હરાવી દીધું હતું. ગઈ કાલની મેચમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવનાર કોઈ ખેલાડી હોય તો તે છે જસપ્રિત બુમરાહ. તેના દમદાર પ્રદર્શનને કારણે તેનું નામ ખાસ લિસ્ટમાં પહોંચી ગયું છે.

પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ
ગઈ કાલની મેચમાં બુમરાહે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપમાં એક જ સિઝનમાં બે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર ભારતના માત્ર પાંચ ખેલાડીઓ હતા. હવે બુમરાહ પણ આ લીસ્ટમાં એડ થઈ ગયો છે. ટી20 વર્લ્ડ કપની એક સિઝનમાં ભારત માટે સૌથી વધુ મેન ઓફ ધ મેચ બની ચૂકેલા ખેલાડીઓની વાત કરવામાં આવે તો યુવરાજસિંઘ(2007), વિરાટ કોહલી (2012), આર અશ્વિન (2014), અમિત મિશ્રા (2014), વિરાટ કોહલી (2016), વિરાટ કોહલી (2022), સૂર્યકુમાર યાદવ (2022), જસપ્રિત બુમરાહ (2024) આ ખેલાડીઓ છે.

આ પણ વાંચો: ભારત સામેની હાર બાદ પાકિસ્તાની ખેલાડીનો વીડિયો વાયરલ

સારી રીતે ફોકસ
પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના સેલિબ્રેશનમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. ભારતીય ખેલાડીઓની ખુશીથી સ્પષ્ટ હતું કે, તેઓ પહેલેથી જ જાણતા હતા કે તેઓ પાકિસ્તાનને હરાવી દેશે. પાકિસ્તાનની ટીમ મેચ દરમિયાન સારી રીતે ફોકસ કરતી જોવા મળી હતી. તે છતાં અંતે ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. 119 રન બનાવ્યા બાદ પણ બોલરોએ પાકિસ્તાનને જીતથી દૂર રાખ્યું હતું.