January 18, 2025

હરિયાણાની માટીમાંથી બનેલા દિવા ગુજરાતના લાખો ઘરોને કરશે રોશન

અમદાવાદ: 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ-વિદેશમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના ઉદ્યોગપતિઓ છેલ્લા ઘણા દિવસોથી અયોધ્યામાં જવાના છે.  સમગ્ર દેશમાંથી સૌથી મોટી અગરબત્તીઓ, ક્યાંકથી માળા, ક્યાંક મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે તો ક્યાંક દીવા બનાવવમાં આવી રહ્યાં છે. શહેરના કોલોનીના કુંભારોના જીવનમાં આવું પહેલીવાર બન્યું છે કે દિવાળી પછી પણ તેમની પાસે દીવા બનાવવાના સૌથી વધુ ઓર્ડર છે. દિવસે ને દિવસે દીવાની માંગ વધી રહી છે. નોંધયની છે કે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાની સાથે સાથે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાશે.

દીવાના ભાવમાં વધારો
અયોધ્યામાં ૨૨ જાન્યુઆરી યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશમાં બીજી દિવાળી ઉજવાશે. આ દિવાળી જેવા માહોલમાં પીએમ નરેન્દ્ર મોદીના સંકલ્પ કર્યો હતો કે ૨૨ જાન્યુઆરીના દિવસે ઘરે ઘરે લોકો દીવા પ્રગટાશે. આ અવસરને લીધે દીવાની માંગમાં ભરપૂર વધારો થયો છે. દીવાની માંગને પહોંચી વળવા માટે દિવસ-રાત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કામગીરી ચાલી રહી છે. માહિતી અનુસાર 17 જાન્યુઆરી સુધીમાં લાખો દીવાઓથી ભરેલી ગાડીઓ અહીંથી અન્ય રાજ્યોમાં મોકલવામાં આવશે. બીજી બાજુ ભગવાન શ્રી રામ અને રામ દરબારની માટીની મૂર્તિઓનો સ્ટોક પણ પુરો થઈ ગયો છે. માંગને પહોંચી વળવા માટે કુંભારોના પરિવારો ગ્રામ્ય વિસ્તારોમાં રોકાયેલા છે. હાલ સ્થિતિ એવી છે કે છેલ્લા એક અઠવાડીયાથી નવા ઓર્ડર લેવામાં આવતા નથી. બીજી બાજુ દેશના વિવિધ ભાગોમાં વાહનો દ્વારા સામાન સપ્લાય કરવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર હાલમાં દિવાળી કરતાં પણ વધુ માલ અહીંથી સપ્લાય થયો છે.

આ પણ વાંચો : સુરતના કારીગરોની અયોધ્યાને અનોખી ભેટ

હરિયાણાના દીવાઓમાં શું ખાસ છે?
હરિયાણાની માટીમાંથી બનેલા દીવાઓથી લાખો ઘરો ઝગમઝી ઉઠશે. ઉલ્લેખનીય છે કે હરિયાણાની માટીની ખાસિયત એ છે કે તે દીવા લીક થતાં નથી. તેની વિશિષ્ટા એ છે કે આ માટીમાંથી બનેલા દીવામાં ન તો તેલ બહાર આવશે અને તેલ શોષાય પણ નહીં. દેશના દરેક ઘરોમાં દીવો પ્રગટાવવાનો સંકલ્પ છે. આ સંકલ્પમાં માટીના દીવાઓથી દીવા પ્રગટાવવામાં આવશે અને દરેક ઘરો ઝળઝળી ઉઠશે. આ અવસરને કારણે કુંભારના ઘરમાં ઘરમાં પણ દીવો ખુશીઓ લઈને આવશે.