News 360
December 29, 2024
Breaking News

UFC જીતનારી પ્રથમ ભારતીય ફાઇટર બની Puja Tomar

Puja Tomar: પૂજા તોમરે UFC મેચ જીતીને ઈતિહાસ રચી દીધો છે. અલ્ટીમેટ ફાઈટીંગ ચેમ્પિયનશીપ મેચ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. પૂજાએ સ્પર્ધા જીતતાની સાથે તેનો અનુભવ શેર કર્યો હતો.

‘સાયક્લોન’ તરીકે જાણીતી
પૂજા તોમરને ભારતીય શ્રેષ્ઠ મહિલા ફાયટર માનવામાં આવે છે. તેની ઉંમર 28 વર્ષ છે. તેણે આ જીત બાદ કહ્યું, “આ જીત મારી જીત નથી. આ જીત તમામ ભારતીય પ્રશંસકોની છે. તેણે વધુમાં કહ્યું કે પહેલા બધા વિચારતા હતા કે ભારતીય લડવૈયાઓ ક્યાંય ટકી શકતા નથી. મે વિચાર્યું કે મારે જીતવું જ જોઈએ. આપણે દુનિયાને બતાવવું પડશે કે ભારતીય લડવૈયાઓ હજૂ હાર્યા નથી.

આ પણ વાંચો: શું ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ પડશે? જાણો કેવું રહેશે હવામાન

કોણ છે પૂજા તોમર?
પૂજા તોમર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના બુઢાણા ગામની છે. પૂજા તોમર તોમર ગયા વર્ષે UAC સાથે કરાર મેળવનારી પ્રથમ ભારતીય મહિલા ફાઇટર બની હતી. સતત હાર બાદ તેણે તેણીએ MFN ખાતે ચાર મુકાબલા જીત્યા હતા. યુએફસીમાં તોમર પહેલા અંશુલ જ્યુબિલી અને ભરત કંડારે વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. પૂજા અલ્ટીમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપ (UFC)માં મેચ જીતનારી પ્રથમ ભારતીય MMA ફાઈટર બની ગઈ છે. છેલ્લો રાઉન્ડ ખૂબ જ રોમાંચક હતો અને ટાઈ રહ્યો હતો, પરંતુ અંતે પૂજાએ ત્રીજો રાઉન્ડ જીતી લીધો હતો અને યુએફસીમાં પ્રથમ વખત જીત મેળવી હતી.