December 19, 2024

T20 World Cup 2024: India-Pakistan મેચ ક્યારે અને કેટલા વાગ્યે?

IND vs PAK T20: ભારતીય ટીમ રવિવારે T20 વર્લ્ડ કપ 2024 માં પાકિસ્તાનની ટીમ સામે ટકરાશે. તમે આ મેચ ન્યૂયોર્કથી બિલકુલ ફ્રીમાં જોઈ શકો છો. આ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:00 કલાકે રમાશે.

ઘણી મોટી ઉથલપાથલ
રવિવારે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાવાની છે. ભારતની ટીમે આયર્લેન્ડની ટીમ સામે પ્રથમ મેચ જીતી લીધી છે. જેના કારણે ટીમ ઈન્ડિયાનું મનોબળ ઘણું ઉંચુ જોવા મળી રહ્યું છે. આ મેચમાં મહત્વની વાત એ છે કે બંને ટીમ એકબીજાને કયારે પણ હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. જેના કારણે બંને ટીમ એકબીજાને હરાવવા માટે ફૂલ મૂડમાં છે. T20 વર્લ્ડ કપ 2024નું આયોજન થયાને એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે. આ દરમિયાન ઘણી મોટો ફેરફાર જોવા મળ્યા છે. તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ન્યૂયોર્કથી આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.

આ પણ વાંચો: T20 World Cup 2024માં બન્યા આ 3 રેકોર્ડ

માત્ર ન્યૂયોર્કમાં જ રમશે
રોહિત શર્માની કપ્તાની હેઠળ ઈન્ડિયાની ટીમ ચારેય ગ્રુપ મેચો ન્યૂયોર્કમાં જ રમશે. T20 ઈન્ટરનેશનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે તમામ ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે. આ બંને ટીમ વચ્ચે 12 વખત મેચ રમાઈ હતી જેમાં 8 મેચમાં જીત મળી હતી. જેના કારણે એવું કહી શકાય કે બંને વચ્ચે જ્યારે પણ મેચનું આયોજન થયું તે સમયે ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો હતો. હાલમાં જે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે પાકિસ્તાન ટીમ ઈન્ડિયાને હરાવશે તે ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. બાકી કોની થશે જીત કે કોની થશે હાર તે આવનારા સમયમાં જ ખબર પડશે.