December 24, 2024

Harbhajanની IND vs PAK મેચ પહેલા મોટી ભવિષ્યવાણી

IND vs PAK T20 WC 2024: આવતીકાલે IND vs PAK વચ્ચે મહામુકાબલો છે. આ મેચનું આયોજન નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આ મેચ પહેલા ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે 2 ખેલાડીની વાત કરીને કહ્યું છે કે આ બે ખેલાડી પાકિસ્તાનની સ્થિતિ ખરાબ કરશે. આવો જાણીએ આ 2 ખેલાડી છે કોણ.

હરભજને આ આપ્યું નિવેદન
હરભજને એક મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભારતની ટીમને આ મેદાન પર ફાયદો થશે. અમેરિકાની ટીમ સામે હારીને પાકિસ્તાન માટે ફરી પડકાર રુપે ભારતની ટીમ સાથે મુકાબલો થવાનો છે. આ નિવેદન સમયે ભારતની ટીમમાંથી 2 ખેલાડીના વખાણ કર્યા હતા. જેમાં જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન સૂર્યકુમાર યાદવના નામ લીધા જે રવિવારે પાકિસ્તાન સામેની રમતમાં પ્રભાવ પાડી શકે.

આ પણ વાંચો: Team India પાકિસ્તાન કરતાં મજબૂત, વિશ્વાસ ન હોય તો જોઈ લો આ રેકોર્ડ

સૌથી વધુ અસર
હરભજને કહ્યું કે જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવની પાકિસ્તાન સામેની મેચમાં વધુ અસર પાડી શકે છે.ભારતની T20 વર્લ્ડ કપ ટીમની વાત કરવામાં આવે તો રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, અરશદીપ સિંહ , મોહમ્મદ સિરાજ છે. પાકિસ્તાન T20 વર્લ્ડ કપ ટીમની વાત કરવામાં આવે તો બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન,ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ અમીર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સામ અયુબ, શાદાબ ખાન, ફખર ઝમાન, હરિસ રઉફ, ઉસ્માન ખાન, ઈફ્તિખાર અહેમદ, શાહીન શાહ આફ્રિદી.