December 22, 2024

Saudi Arabના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદે PM Modiને અભિનંદન પાઠવ્યા

Saudi Arab: ભારતમાં લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. લોકસભાની ચૂંટણી 2024માં ભાજપની જીત થઈ છે. ત્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ જાણકારી આપી
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા તે દર્શાવે છે કે અરેબિયા અને ભારત વચ્ચે સંબધો કેટલા મજબૂત છે. બંને દેશ પરસ્પર આદર અને સહકારને પ્રકાશિત કરે છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સેનેટર પેની વોંગે પણ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે આ વિશે માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીની વાત કરતા આ પોસ્ટમાં તેમણે લખ્યું કે ‘આજે પેની વોંગ સાથે વાત કરીને આનંદ થયો. હું મોદી સરકારના ત્રીજા કાર્યકાળ માટે તેમની શુભકામનાઓની પ્રશંસા કરું છું. અમને વિશ્વાસ છે કે ભારત-ઓસ્ટ્રેલિયા મિત્રતા આગળ વધતી રહેશે.

આ પણ વાંચો: શ્રીલંકામાં ભારે વરસાદથી વિનાશ, 10ના મોત 6 લોકો ગુમ

વિદેશમાંથી અભિનંદન
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીના પરિણામ 4 જૂને આવી ગયા હતા. ભારતના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ભાજપે 240 બેઠકો જીતી હતી. તેના સહયોગીઓ સાથે સંસદમાં 292 બેઠકો મેળવી હતી. આ વખતે કોંગ્રેસનું પણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં જીત થતાની સાથે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન દેશની સાથે વિદેશમાંથી પણ મળી રહ્યા છે.

આ દિવસે શપથ
શપથ ગ્રહણ સમારોહ રવિવારે યોજાઈ શકે છે. હાલ મોદીને નેતા તરીકે પસંદ કરવા માટે સાંસદોની બેઠકની શરૂઆત કરી દેવામાં આવી છે. એક માહિતી પ્રમાણે રવિવારના દિવસે શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે. એનડીએની બેઠક દરમિયાન નરેન્દ્ર મોદી સભાને પણ સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થયું હતું. NDA પાસે હવે 293 સાંસદો છે. ભાજપના કદાવર નેતાઓ સતત ચર્ચા કરી રહ્યા છે.