December 23, 2024

Nitish Kumar મોદીના ચરણ સ્પર્શ કરવા લાગ્યા, વીડિયો વાયરલ

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવી ગયું છે. સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ એનડીએ ગઠબંધન સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે. જૂના સંસદ ભવનમાં NDA ગઠબંધનની બેઠક યોજાઈ હતી.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આજના દિવસે ગઠબંધનના તમામ પક્ષોના નેતાઓએ આવ્યા હતા. આ મીટિંગ દરમિયાન નીતીશ કુમાર પીએમ મોદીને મળ્યા ત્યારે તેમણે તેમના પગ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. આવું કરતા પ્રધાનમંત્રીએ તેમને રોક્યા હતા. આ તમામ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કારણ કે આ વીડિયોમાં જોઈ શકાય છે કે એનડીએ ગઠબંધનમાં તમામ પક્ષો મજબૂત રીતે એકસાથે ઉભા છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી ન હોવા છતાં પીએમ મોદી સરળતાથી ત્રીજી વખત સરકાર બનાવશે.

આ પણ વાંચો: PAK vs USA: ભારતીય ખેલાડીઓએ અમેરિકન ટીમમાંથી પાકિસ્તાનને આપી ‘હાર’

નરેન્દ્ર મોદીજીને સમર્થન આપે છે
નીતિશ કુમારે આ સમયે કહ્યું કે અમારી પાર્ટી જનતા દળ યુનાઈટેડ ભારતના વડાપ્રધાન પદ માટે ભારતીય જનતા પાર્ટી સંસદીય દળના નેતા આદરણીય નરેન્દ્ર મોદીજીને સમર્થન આપે છે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે આજે એ વાતની ખુશીની વાત છે કે તેઓ 10 વર્ષથી વડાપ્રધાન છે અને ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.

આ દિવસે યોજાશે શપથ
શપથ ગ્રહણ સમારોહ રવિવારે યોજાઈ શકે છે. હાલ મોદીને નેતા તરીકે પસંદ કરવા માટે સાંસદોની બેઠકની શરૂઆત કરી દેવામાં આવી છે. એક માહિતી પ્રમાણે રવિવારના દિવસે શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે. એનડીએની બેઠક દરમિયાન નરેન્દ્ર મોદી સભાને પણ સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થયું હતું. NDA પાસે હવે 293 સાંસદો છે. ભાજપના કદાવર નેતાઓ સતત ચર્ચા કરી રહ્યા છે.