PM Modiએ NDAની બેઠકમાં સંવિધાનને માથે લગાવ્યું, 9 જૂને PM પદના લેશે શપથ
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય નજતાંત્રિક ગઠબંધન (NDA) સંસદીય દળની બેઠકમાં સર્વસંમતિથી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ માટે મહોર વાગી છે. આ દરમિયાન તેમણે સંવંધાનને માથે લગાવ્યું હતું. જેના પછી વરિષ્ઠ ભાજપા નેતા રાજનાથસિંહે લોકસભામાં રાષ્ટ્રીય નજતાંત્રિક ગઠબંધન અને ભાજપાના નેતાના રૂપમાં નરેન્દ્ર મોદીના નામ પર પ્રસ્તાવ મૂક્યો હતો. રાજનાથ સિંહે ભાજપાના નીત રાજગના વિસ્તારનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપતા કહ્યું કે, ભાજપા માટે ગઠબંધન બાધ્ય નથી પરંતુ પ્રતિબદ્ધ છે. જેના પછી ભાજપાના નેતા અમિત શાહ, નીતિન ગડકરી અને રાજગના સાથી તેદેપાના ચંદ્રબાબુ નાયડૂ, જદયૂના નીતિશ કુમાર, શિવસેનાના એકનાથ શિંદે સહિત અન્ય નેતાઓેએ પ્રસ્તાવને સમર્થન આપ્યુ હતું.
શું કહ્યું મોદીએ
મોદીએ આ સમયે કહ્યું કે હું ભાગ્યશાળી છું કે એનડીએના નેતા તરીકે, તમે બધા મિત્રોએ મને સર્વસંમતિથી ચૂંટ્યો છે અને મને નવી જવાબદારી સોંપી છે. આ માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. મારા અંગત જીવનમાં હું જવાબદારીની લાગણી અનુભવું છું. મોદીએ આ સમયે કહ્યું કે હું ભાગ્યશાળી છું કે એનડીએના નેતા તરીકે, તમે બધા મિત્રોએ મને સર્વસંમતિથી ચૂંટ્યો છે અને મને નવી જવાબદારી સોંપી છે. આ માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. તમે મને ફરી એક વાર જવાબદારી સોંપી રહ્યા છો. ચૂંટણીના પરિણામો આવ્યા પછી બે દિવસ સુધી કેટલાક લોકોએ એવું વાતાવરણ ઊભું કર્યું કે અમે હારી ગયા છે. પરંતુ દેશના લોકો જાણે છે કે આપણે ન હાર્યા છીએ. આપણે હારેલાની મજાક પણ ઉડાવતા નથી.
#WATCH | Prime Minister Narendra Modi respectfully touches the Constitution of India with his forehead as he arrives for the NDA Parliamentary Party meeting.
Visuals from the Central Hall of the Samvidhan Sadan (Old Parliament). pic.twitter.com/JU6D9M0Jca
— ANI (@ANI) June 7, 2024
કદાવર નેતાઓની હાજરી
આ બેઠકમાં નડીએના તમામ સાંસદો હાજર છે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ સંસદ ભવનમાં હાજર છે. ભાજપ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ સંસદ ભવનમાં હાજરી મળી રહી છે. આ બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટવામાં આવશે. આ બાદ એનડીએના મુખ્ય નેતાઓ તેમના વિચારો રજૂ કરવામાં આવશે. રાજનાથ સિંહનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પણ વાંચો: PAK vs USA: ભારતીય ખેલાડીઓએ અમેરિકન ટીમમાંથી પાકિસ્તાનને આપી ‘હાર’
આ દિવસે યોજાશે શપથ
શપથ ગ્રહણ સમારોહ રવિવારે યોજાઈ શકે છે. હાલ મોદીને નેતા તરીકે પસંદ કરવા માટે સાંસદોની બેઠકની શરૂઆત કરી દેવામાં આવી છે. એક માહિતી પ્રમાણે રવિવારના દિવસે શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે. એનડીએની બેઠક દરમિયાન નરેન્દ્ર મોદી સભાને પણ સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થયું હતું. NDA પાસે હવે 293 સાંસદો છે. ભાજપના કદાવર નેતાઓ સતત ચર્ચા કરી રહ્યા છે.