પાણી પીધા પછી પણ વારંવાર તરસ લાગે છે? બસ આ કરો
Hydration In Summer: ઉનાળો આવતાની સાથે ખુબ તરસ લાગવા લાગે છે. ઉનાળામાં હાઇડ્રેટ રહેવું પણ ખુબ જરૂરી છે. પરંતુ ગરમીની સિઝનમાં ઘણી વખત એવું થાય કે ગમે તેટલી વાર પાણી પીએ પરંતુ તરસ છીપાતી નથી. ત્યારે આજે અમે તમને એવી માહિતી આપીશું જે તમે તમારી દિનચર્યામાં કેટલાક સ્વાસ્થ્યપ્રદ અને હાઇડ્રેટિંગ પીણાંનો સમાવેશ કરી શકો છો.
શરીરમાં પાણીની કમી
ઉનાળાની ઋતુમાં સતત તરસ લાગ્યા લાગે છે. આ સિઝનમાં સતત અને નિયમિત માત્રામાં પાણી પીવાથી શરીર લાંબા સમય સુધી હાઇડ્રેટ રહે છે. જો શરીરમાં તમે સતત પાણી પિવાનું વધારે રાખો છો હાનિકારક ટોક્સિન્સ પણ સરળતાથી બહાર નીકળી જાય છે. પરંતુ જો તમને પાણી પિવા છતાં તરસ લાગ્યા લાગે છે તો તે ડિહાઇડ્રેશનનું લક્ષણ પણ હોઈ શકે છે. ઉનાળામાં જેટલું પાણી પિવાય એટલું સારૂ છે.
ઠંડા પીણાં પીવો
ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવા માટે, તમારા આહારમાં ઠંડકના ગુણો ધરાવતા પીણાંનો સમાવેશ કરો. જેમકે છાશ, મોસંબીનું જ્યુસ તે તમે લઈ શકો છો. જેના કારણે તમારા શરીરમાંથી પાણીની ઉણપને દૂર કરવાની સાથે આ પીણાં બોડી ડિટોક્સનું પણ કામ કરે છે.
આ પણ વાંચો: પરસેવાના કારણે વાળમાં ચીકાશ થાય છે? બસ આ કરો
આમ પન્ના પીવું
કેરી પન્નામાં વિટામિન A, B, C હોય છે. જો તમે તે પીવો છો તો તમારા આંતરડાને સૌથી વધારે ફાયદો થાય છે. કાચી કેરી પાચન સુધારવામાં મદદ કરે છે. કાચી કેરીમાંથી બનાવેલ આમ પન્ના શરીરને ઠંડક આપે છે અને હીટ સ્ટ્રોકની સમસ્યાથી પણ બચાવે છે.
નારિયેળ પાણી પીવો
શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી સિવાય તમે નારિયેળ પાણી પી શકો છો. જે તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં આવવા દે. નારિયેળ પાણી શરીરને ઉર્જા આપે છે. જો તમે નારિયેળ પાણી પીવો છો તો તમને તાકાત પણ મળે છે અને તમે ઘણી બિમારીથી પણ દુર રહો છો.