December 19, 2024

PM Modi અને Amit Shah શા માટે શેર ખરીદવાની સલાહ આપી? Rahul Gandhiએ JPC તપાસની કરી માંગ

Rahul gandhi On Stock Market: લોકસભા ચૂંટણી પુરી થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શેરબજારમાં કડાકાને લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જોરદાર નિશાન સાધ્યું હતું. 1 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થયા બાદ શેરબજારે 3 જૂને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. 4 જૂને પરિણામ આવ્યા બાદ શેરબજાર તૂટ્યું હતું. આ અંગે રાહુલ ગાંધીએ મોટા આક્ષેપો કર્યા છે.

3 જૂને શેરબજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે શેરબજાર ઝડપથી આગળ વધશે અને લોકોએ શેર ખરીદી રોકાણ કરવું જોઈએ. મીડિયા 1લી જૂને ખોટા એક્ઝિટ પોલ બહાર પાડે છે. ભાજપના આંતરિક સર્વેમાં 220 બેઠકો આવી રહી હતી, એજન્સીઓએ પણ 200થી 220 બેઠકો જણાવી હતી. 3 જૂને, શેરબજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

PMએ શા માટે રોકાણ કરવાની સલાહ આપી?
રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો કે, ‘પીએમએ જનતાને રોકાણ કરવાની સલાહ કેમ આપી? અમિત શાહે લોકોને શેર ખરીદવાનું કેમ કહ્યું?” જો ભાજપ અને આ વિદેશી રોકાણકારો વચ્ચે કોઈ સંબંધ હોય તો… અમે તેની સામે અમે JPC તપાસની માંગ કરીએ છીએ. નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભૂમિકાની તપાસ થવી જોઈએ. કોંગ્રેસ નેતાએ કહ્યું, “આ મામલો ઘણો મોટો છે, તે અદાણી સાથે જોડાયેલો છે, પરંતુ તે બહુ મોટો મુદ્દો છે. આ મુદ્દાનો સીધો સંબંધ વડાપ્રધાન સાથે છે. ભાજપમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોએ આ કૌભાંડ કર્યું છે. અમે જાણવા માગીએ છીએ કે તેમની અને એક્ઝિટ પોલ કરાવનારાઓ વચ્ચે કોઈ સંબંધ હતો કે નહીં. અમને લાગે છે કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન આમાં સીધા સામેલ છે, તેથી અમે જેપીસી તપાસ ઇચ્છીએ છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આમાં ભાજપના મોટા નેતાઓએ રિટેલ રોકાણકારોને આ સંદેશ આપ્યો છે કે તમે શેર ખરીદો. તેમની પાસે માહિતી હતી કે એક્ઝિટ પોલ ખોટા છે અને ભાજપને બહુમતી મળવાની નથી, તેથી તેમણે આ કર્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે 30 લાખ કરોડનું નુકસાન થયું છે અને સત્તામાં રહેલા લોકોને ફાયદો થયો છે. એટલા માટે અમે જેપીસી તપાસની માંગ કરીએ છીએ.”

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે જનતાને વાસ્તવિકતા જણાવી રહ્યા છીએ કે અહીં એક કૌભાંડ થયું છે. વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ અહીં સંકેત આપ્યા છે. સત્ય એ છે કે અમે જેપીસી કરાવીશું. વિપક્ષમાં ઘણી તાકાત છે અને સંસદમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. અમે જનતાને વાસ્તવિકતા જણાવી રહ્યા છીએ કે અહીં કૌભાંડ થયું છે. અહીં વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ સંકેત આપ્યા છે. સત્ય એ છે કે અમે જેપીસી કરાવીશું. વિપક્ષમાં ઘણી તાકાત છે અને સંસદમાં સ્થિતિ બદલાઈ ગઈ છે.”