Gujaratમાં લોકસભા ચૂંટણી 2014-2019માં ભાજપ-કોંગ્રેસને કેટલા મત મળ્યા હતા?
Gujarat Vote Percentage: વર્ષ 2014 અને 2019માં ભાજપની મત ટકાવારી 50 થી વધુ હતી. વર્ષ 2019માં ગુજરાતમાં ભાજપના વોટની ટકાવારી 63.1 હતી, જ્યારે કોંગ્રેસની 32.6 ટકા હતી. ત્યાં જ વર્ષ 2014માં ગુજરાતમાં ભાજપના મતની ટકાવારી 60.10 હતી. જ્યારે કોંગ્રેસને 33.5 ટકા મત મળ્યા હતા. આ સાથે જ હિમાચલ પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ પણ હતા જ્યાં ભાજપની મત ટકાવારી 50 થી વધુ હતી.. ત્યાં જ દક્ષિણ અને હિન્દી બેલ્ટના કેટલાક રાજ્યોમાં કોંગ્રેસને 30 અથવા 30 ટકાથી વધુ મત મળ્યા હતા.
લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન પ્રક્રિયા 1 જૂનના રોજ સમાપ્ત થઈ હતી. હવે આદેશનો વારો છે. 18મી લોકસભા માટે કુલ 8360 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આ ચૂંટણી દરમિયાન મતની ટકાવારી મુખ્ય ચર્ચાનો વિષય રહી હતી. શરૂઆતમાં વિપક્ષે ચૂંટણી પંચ પર મતદાનના આંકડામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો, જોકે પંચે આ વાતને નકારી કાઢી હતી. ચૂંટણી પંચના ડેટા દર્શાવે છે કે 2019ની સરખામણીમાં સાત તબક્કામાં વોટ ટકાવારીમાં ઘટાડો થયો છે. જો કે મતદાન કરતા લોકોની સંખ્યામાં વધારો થયો હતો. આ દરમિયાન 1 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલના અંદાજમાં ભાજપ અને એનડીએ માટે જંગી બહુમતી દર્શાવવામાં આવી છે.
વર્ષ 2019 દરમિયાન મળેલા મત
બેઠક | ભાાજપના ઉમેદવાર | મળેલા મત | કોંગ્રેસના ઉમેદવાર | મળેલા મત | કેટલા મતની લીડ? |
કચ્છ | વિનોદ ચાવડા | 6,37,034 | નરેશ મહેશ્વરી | 3,31,521 | 3,05,513 |
બનાસકાંઠા | પરબત પટેલ | 6,79,108 | પરથી ભટોળ | 3,10,812 | 3,68,296 |
પાટણ | ભરતસિંહ ડાભી | 6,33,368 | જગદીશ ઠાકોર | 4,39,489 | 1,93,879 |
મહેસાણા | શારદા પટેલ | 6,59,525 | પ્રહ્લાદ ચૌહાણ | 3,78,006 | 2,81,519 |
સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ | 7,01,984 | રાજેન્દ્રસિંહ ઠાકોર | 4,32,997 | 2,68,987 |
ગાંધીનગર | અમિત શાહ | 8,94,624 | ડૉ. સીજે ચાવડા | 3,37,610 | 5,57,014 |
અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | 7,49,834, | ગીતા પટેલ | 3,15,504 | 4,34,330 |
અમદાવાદ પશ્ચિમ | ડૉ. કિરીટ સોલંકી | 6,41,622 | રાજુ પરમાર | 3,20,076 | 3,21,546 |
સુરેન્દ્રનગર | ડૉ. મહેન્દ્ર મુંજપરા | 6,31,844 | સોમા ગાંડા | 3,54,407 | 2,77,437 |
રાજકોટ | મોહન કુંડારિયા | 7,58,645 | લલિત કગથરા | 3,90,238 | 3,68,407 |
પોરબંદર | રમેશ ધડુક | 5,63,881 | લલિત વસોયા | 3,34,058 | 2,29,823 |
જામનગર | પૂનમ માડમ | 5,91,588 | મુળુ કંડોરિયા | 3,54,784 | 2,36,804 |
જૂનાગઢ | રાજેશ ચુડાસમા | 5,47,952 | પૂંજા વંશ | 3,97,767 | 1,50,185 |
અમરેલી | નારણ કાછડિયા | 5,29,035 | પરેશ ધાનાણી | 3,27,604 | 2,01,431 |
ભાવનગર | ભારતી શિયાળ | 6,61,273 | મનહર પટેલ | 3,31,754 | 3,29,519 |
આણંદ | મિતેષ પટેલ | 6,33,097 | ભરતસિંહ સોલંકી | 4,35,379 | 1,97,718 |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | 7,14,572 | બિમલ શાહ | 3,47,427 | 3,67,145 |
પંચમહાલ | રતનસિંહ રાઠોડ | 7,32,136 | વેચત ખાંટ | 3,03,595 | 4,28,541 |
દાહોદ | જશવંતસિંહ ભાભોર | 5,61,760 | બાબુ કટારા | 4,34,164 | 1,27,596 |
વડોદરા | રંજન ભટ્ટ | 8,83,719 | પ્રશાંત પટેલ | 2,94,542 | 5,89,177 |
છોટા ઉદેપુર | ગીતા રાઠવા | 7,64,445 | રણજિતસિંહ રાઠવા | 3,86,502 | 3,77,943 |
ભરૂચ | મનસુખ વસાવા | 6,37,795 | શેરખાન પઠાણ | 3,03,581 | 3,34,214 |
બારડોલી | પ્રભુ વસાવા | 7,42,273 | તુષાર ચૌધરી | 5,26,826 | 2,15,447 |
સુરત | દર્શના જરદોશ | 7,95,651 | અશોક પટેલ | 2,47,421 | 5,48,230 |
નવસારી | સીઆર પાટીલ | 9,72,739 | ધર્મેશ પટેલ | 2,83,071 | 6,89,668 |
વલસાડ | ડૉ. કેસી પટેલ | 7,71,980 | જીતુ ચૌધરી | 4,18,183 | 3,53,797 |
વર્ષ 2014 દરમિયાન મળેલા મત
બેઠક | ભાાજપના ઉમેદવાર | મળેલા મત | કોંગ્રેસના ઉમેદવાર | મળેલા મત | કેટલા મતની લીડ? |
કચ્છ | વિનોદ ચાવડા | 5,62,855 | ડૉ. દિનેશ પરમાર | 3,08,373 | 2,54,482 |
બનાસકાંઠા | હરિ ચૌધરી | 5,07,856 | જોઇતા પટેલ | 3,05,522 | 2,02,334 |
પાટણ | લીલાધર વાઘેલા | 5,18,538 | ભાવસિંહ રાઠોડ | 3,79,819 | 1,38,719 |
મહેસાણા | જયશ્રી પટેલ | 5,80,250 | જીવા પટેલ | 3,71,359 | 2,08,891 |
સાબરકાંઠા | દિપસિંહ રાઠોડ | 5,52,212 | શંકરસિંહ વાઘેલા | 4,67,750 | 84,455 |
ગાંધીનગર | એલકે અડવાણી | 7,73,539 | કિરીટ પટેલ | 2,90,418 | 4,83,121 |
અમદાવાદ પૂર્વ | પરેશ રાવલ | 6,33,582 | હિંમતસિંહ પટેલ | 3,06,949 | 3,26,633 |
અમદાવાદ પશ્ચિમ | ડૉ. કિરીટ સોલંકી | 6,17,104 | ઇશ્વર મકવાણા | 2,96,793 | 3,20,311 |
સુરેન્દ્રનગર | દેવજી ફતેપરા | 5,29,003 | સોમા ગાંડા | 3,26,096 | 2,02,907 |
રાજકોટ | મોહન કુંડારિયા | 6,21,524 | કુંવરજી બાવળિયા | 3,75,096 | 2,46,428 |
પોરબંદર | વિઠ્ઠલ રાદડિયા | 5,08,437 | કાંધલ જાડેજા (NCP) | 2,40,466 | 2,67,971 |
જામનગર | પૂનમ માડમ | 4,84,412 | વિક્રમ આહિર | 3,09,123 | 1,75,289 |
જૂનાગઢ | રાજેશ ચુડાસમા | 5,13,189 | પૂંજા વંશ | 3,77,347 | 1,35,832 |
અમરેલી | નારણ કાછડિયા | 4,36,715 | વિરજી ઠુમ્મર | 2,80,483 | 1,56,232 |
ભાવનગર | ભારતી શિયાળ | 5,49,529 | પ્રવિણ રાઠોડ | 2,54,041 | 2,95,488 |
આણંદ | દિલીપ પટેલ | 4,90,829 | ભરત સોલંકી | 4,27,403 | 63,426 |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | 5,68,235 | દિનશા પટેલ | 3,35,334 | 2,32,901 |
પંચમહાલ | પ્રભાતસિંહ ચૌહાણ | 5,08,274 | રામસિંહ પરમાર | 3,37,678 | 1,70,596 |
દાહોદ | જશવંતસિંહ ભાભોર | 5,11,111 | ડૉ. પ્રભા તાવિયાડ | 2,80,757 | 2,30,354 |
વડોદરા | નરેન્દ્ર મોદી | 8,45,464 | મધુસુદન મિસ્ત્રી | 2,75,336 | 5,70,128 |
છોટા ઉદેપુર | રામસિંહ રાઠવા | 6,07,900 | નરેશ રાઠવા | 4,28,187 | 1,79,729 |
ભરૂચ | મનસુખ વસાવા | 5,48,9,02 | જયેશ પટેલ | 3,95,629 | 1,53,273 |
બારડોલી | પ્રભુ વસાવા | 6,62,769 | તુષાર ચૌધરી | 4,98,885 | 1,23,884 |
સુરત | દર્શના જરદોશ | 7,18,412 | નૈષધ દેસાઈ | 1,85,222 | 5,33,190 |
નવસારી | સીઆર પાટીલ | 8,20,831 | મકસૂદ મિરઝા | 2,62,715 | 5,58,116 |
વલસાડ | ડૉ. કેસી પટેલ | 6,17,772 | કિશન પટેલ | 4,09,768 | 2,08,004 |