December 19, 2024

USમાં ‘કિંગ કોહલી’ની ‘વિરાટ’ સુરક્ષા, વીડિયો થયો વાયરલ

Virat Kohli: T20 વર્લ્ડ કપ 2024ને લઈને ભારતીય ટીમ અમેરિકા પહોંચી ગઈ છે. 5 તારીખે ભારતીય ટીમનો પહેલો મુકાબલો થવાનો છે. ત્યારે અમેરિકામાં વિરાટ કોહલીની સુરક્ષાને લઈને ચર્ચા થઈ રહ છે. આ સુરક્ષા પર એક વીડિયો વાયરલ થયો છે.

વીડિયો થયો વાયરલ
અમેરિકામાં વિરાટ કોહલીની સુરક્ષામાં ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ઘોડા પર તૈનાત પોલીસ કર્મચારીઓ વચ્ચે જોવા મળી રહ્યો છે. યુએસ પોલીસે વિરાટ માટે ખાસ સુરક્ષામાં વ્યવસ્થા કરવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે પ્રેક્ટિસ માટે મેદાનમાં જઈ રહ્યો છે. આ સમયે તેની સાથે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ સાથે હતા. એટલું જ નહીં, ઘોડા પર તૈનાત પોલીસ કર્મચારીઓ પણ તેમની સુરક્ષા માટે જોઈ શકાય છે. જેઓ તેમની આગળ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: રોહિત 3 સિક્સર મારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવશે આ વર્લ્ડ રેકોર્ડ

વિશેષ ધ્યાન
વર્તમાન સમયમાં વિરાટ કોહલી ક્રિકેટ જગતમાં ખુબ મોટું નામ બની ગયું છે. આઈપીએલમાં પણ વિરાટનું પ્રદર્શન ખુબ જોરદાર જોવા મળ્યું હતું. આ જ કારણ છે કે તેમની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે સમયે તે પ્રેક્ટિસ માટે જઈ રહ્યો હતો તે સમયે કોઈ પણ પ્રશંસકને તેની નજીક આવવા દેવામાં આવતો ન હતો. વિરાટ કોહલીના ચાહકોની વાત કરવામાં આવે તો તેમના ચાહકો ભારતમાં તો છે, પરંતુ તેની સાથે દુનિયાભરના ક્રિકેટ ચાહકોના દિલમાં વિરાટ રાજ કરે છે. ગઈ સિઝનમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પરંતુ વિરાટનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2022માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર કોહલી પ્રથમ ખેલાડી છે.