July 1, 2024

Odishaમાં છેલ્લા 72 કલાકમાં સનસ્ટ્રોકના કારણે 99 લોકોનાં મોત

Sun Stroke: દેશના દરેક વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે. ભારે ગરમીના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. તાપમાને આ વખતે તમામ રેકોર્ડ તોડી નાંખ્યો છે. હીટસ્ટ્રોક અને હીટવેવના કારણે લોકોને હોસ્પિટલમાં જઈ રહ્યા છે. ગરમીના કારણે ઓડિશાની સ્થિતિ ખુબ ખરાબ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ઓડિશામાં છેલ્લા 72 કલાકમાં સન સ્ટ્રોકથી 99 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આગામી સમયમાં પણ કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહતના એંધાણ જોવા મળી રહ્યા નથી.

આંકડાની કરી પુષ્ટિ
ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનરે માહિતી આપતા જણાવ્યું કે ઓડિશામાં સન સ્ટ્રોકના કારણે ટોટલ 141 લોકોના મોત થયા છે. આ સાથે બિહારના ઔરંગાબાદમાં ચૂંટણી ફરજ પર તૈનાત એક કોન્સ્ટેબલનું હીટસ્ટ્રોકથી મોત થયું હતું. પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર-પશ્ચિ, મધ્ય અને પૂર્વ ભારતના 12 રાજ્યોમાં હીટ વેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા હવામાને વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: દેશમાં 10 રાજ્યોમાં હીટ વેવની ચેતવણી, જાણો કેવું રહેશે Gujaratનું હવામાન

વરસાદની આગાહી
હરિયાણા-ચંદીગઢ-દિલ્હી,હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ આ રાજ્યોમાં ભારે ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ હવામા સૂકું રહેવાની સંભાવનાઓ છે. ગઈ કાલે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 42 અને 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હાલ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવનાઓ નથી. ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર, બંગાળની ખાડી, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધશે. 8 જૂન સુધી મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.