January 17, 2025

Mexicoમાં આજે ચૂંટણી, દેશને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મળે તેવી શક્યતા

Mexico: આ વર્ષે ઘણા દેશોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલ દરેક દેશના નેતા રાજકારણના મેદાનમાં જોવા મળી રહ્યા છે.  ભારતમાં પણ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. મેક્સિકોમાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાજકીય ઈતિહાસમાં મોટા પરિવર્તન થઈ શકે છે. મેક્સિકો દેશને તેની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મળી શકે છે.

ઐતિહાસિક ક્ષણ માટે તૈયાર
મેક્સિકોમાં આજે રોજ મતદાન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીની રેસમાં ઘણા ઉમેદવારો રેસમાં આગળ છે. ત્યારે 61 વર્ષીય શેનબૌમ ઇજનેરમાંથી રાજકારણી બનેલા, મેક્સિકોના આગામી રાષ્ટ્રપતિ બનવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે 2014 માં, તે ઓબ્રાડોરની મોરેના પાર્ટીમાં જોડાઈ હતી. મહત્વની અને ખાસ વાત એ છે કે જો શેનબૌમ ચૂંટાય છે, તો તે માત્ર મેક્સિકોની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ જ નહીં પરંતુ પ્રથમ યહૂદી નેતા પણ હશે.

આ પણ વાંચો: ભૂસ્ખલનથી પાપુઆ ન્યુ ગિનીમાં વિનાશ, 100થી વધુ લોકોનાં મોત

વાયદા કરવામાં આવ્યા
શેનબૌમે આ ચૂંટણી સમયે ઘણા વાયદા કર્યા છે. જેમાં વરિષ્ઠ લોકો માટે લોપેઝ ઓબ્રાડોરનો પેન્શન ચાલું રાખવું. વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિનું વિસ્તરણ, આ સાથે નાના ખેડૂતોને મફતમાં ખાતર આપવું, નેશનલ ગાર્ડ અને ન્યાયિક સુધારાઓ સહિત વ્યાપક સુરક્ષા સુધારાઓનું અમલીકરણ જેવી બાબતોના વાયદાની વાત કહી છે. હવે જોવાનું રહ્યું કે ચૂંટણી સમયે જે વાયદા કરવામાં આવ્યા છે તેને જીત મળે છે તો કેટલા વાયદા પુર્ણ થાય છે.