December 20, 2024

ગુજરાતીઓનો ક્રિકેટના મહાકુંભમાં જમાવડો, T20 World Cup જોવા આટલા લોકો અમેરિકા જશે

T20 World Cup 2024: દેશમાં લોકસભાની ચૂંટણીની સાથે ક્રિકેટના મહાકુંભ T20 World Cup 2024નો માહોલ જામવા જઈ રહ્યો છે. આવતીકાલે બીજી જૂનથી અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝની સંયુક્ત યજમાનીમાં યોજાનારા T-20 વર્લ્ડકપ માટે ગુજરાતમાંથી પણ લોકો મેચ જોવા અમેરિકા જવાના છે. ગુજરાતીઓનો ક્રિકેટનો એવો પ્રેમ કે અમેરિકા જશે.

કેટલા લોકો જશે અમેરિકા
આઈપીએલ 2024 પછી હવે T-20 વર્લ્ડકપનો માહોલ જામવા જઈ રહ્યો છે. આવતીકાલે અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝની સંયુક્ત યજમાનીમાં યોજાનારા T-20 વર્લ્ડકપ માટે ગુજરાતમાંથી 400થી વધુ લોકો અમેરિકા જશે. T-20 વર્લ્ડકપના લીગ રાઉન્ડમાં ભારતીય ટીમની સાથે ન્યૂયોર્ક ખાતે 9 જૂને પાકિસ્તાન, 5 જૂને આયર્લેન્ડ, 12 જૂને અમેરિકા જ્યારે 15 જૂને લાઉડરહિલ, ખાતે કેનેડા સામે રમશે.

આ પણ વાંચો: T20 World Cupના ઈતિહાસમાં 2 હેટ્રિક લેનારી આ એકમાત્ર ટીમ

અગાઉથી જ આયોજન
ઉનાળાનું વેકશન ચાલી રહ્યું છે. છેલ્લી ઘડીએ વર્લ્ડ કપ જોવા અમેરિકા જવા માગતા હોય તેમના માટે લગભગ જવું અશક્ય છે. પરંતુ જે લોકોએ વિઝા સહિતની ઔપચારિક્તા પૂરી કરી લીધી છે તેઓ અમેરિકા પહોંચી જશે. તમને જણાવી દઈએ કે ભારત- પાકિસ્તાન મેચ માટે ઓછામાં ઓછી ટિકિટની કિંમત 300 ડોલરની છે. ICCની સત્તાવાર વેબસાઇટ પર આ મેચની ટિકીટની કિંમત ઓછી છે. પરંતુ એમ છતાં સામાન્ય લોકો માટે આ કિંમત ખુબ વધારે કહી શકાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ મેચની ટિકિટની કિંમત $300 થી શરૂ થાય છે. ભારતીય ચલણમાં તેની કિંમત 25 હજાર રૂપિયા હશે. ડાયમંડ ક્લબની ટિકિટ છે તેની કિંમત ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 8 લાખ રૂપિયાથી વધુ થાય છે. મહત્વની વાત એ છે કે આટલી કિંમતમાં તો તમે એક કાર પણ ખરીદી કરી શકો છો. આટલી મોંઘી ટિકીટ લેવી મધ્યમ વર્ગને પોસાય નહીં.