November 24, 2024

સનબર્નથી રાહત મેળવવા માટે આ ઘરેલું ઉપચાર અપનાવો

Sunburn: ઉનાળામાં સ્વાસ્થ્યની સાથે ત્વચાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ગરમીની સિઝનમાં મોટા ભાગના લોકો સનબર્નનો શિકાર બનતા હોય છે.ઉનાળામાં સનબર્ન એક સામાન્ય સમસ્યા કહેવાય પરંતુ તે મોટા ભાગના લોકોને અસર કરે છે. ત્યારે અમે તમને તેને દુર કરવાના સરળ ઘરેલું ઉપચાર લઈને આવ્યા છીએ. આવો જાણીએ કેવી રીતે કરશો તેને ઘરેલું ઉપચારથી દુર.

મોત થવાનો આકંડો
દેશમાં હાલ આકરી ગરમી પડી રહી છે. દેશના દરેક વિસ્તારમાં હાલ સતત ગરમી પડી રહી છે. આ વખતે ઉનાળામાં ભારે ગરમી પડી રહી છે. ભારે ગરમી પડવાના કારણે માનવ શરીરમાં ભારે નુકશાની થાય છે. આ વખતે ઉનાળામાં ગરમીના કારણે લોકોના મોત થવાના પણ અહેવાલો મળી રહ્યા છે. આજે અમે તમને જે માહિતી આપીશું તે તમને ખુબ ઉપયોગી બનવાની છે. જેમાં સનબર્નની સમસ્યા કેવી રીતે દુર કરવી તે જાણો.

સનબર્ન શું છે
પહેલા તો એ જાણીશું કે સનબર્ન એટલે શું. ત્યારે તમને જણાવી દઈએ કે સનબર્ન એ ત્વચાની સામાન્ય સમસ્યા છે. જે સૂર્યના હાનિકારક યુવી કિરણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે થાય છે. ત્વચા પહેલી વાર લાલ થઈ જાય છે અને તેના કારણે દુખાવો પણ થાય છે. આવી સમસ્યા સતત થવાના કારણે તમારી ત્વચાના કેન્સરનું જોખમ પણ વધી જાય છે.

કેમોલી ચા
કેમોમાઈલ ચા તેની ઠંડકની અસર માટે જાણીતી છે. આ ચા સનબર્ન ત્વચાને પણ ઠંડી કરી શકે છે. આના માટે ચા બનાવો અને તે ઠંડી થઈ જાય પછી તેને તડકામાં દાઝી ગયેલી જગ્યાઓ પર લગાવો. જેનાથી તમારી ત્વચા આ સમસ્યાથી છૂટકારો મેળવી શકે છે.

ખાવાનો સોડા અને ઓટમીલ
તમારી દાઝી ગયેલી ત્વચાને ઠીક કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ઠંડા પાણીની અંદર ખાવાનો સોડા નાંખવાનો રહેશે. જો તમારી પાસે ઓટ્સ છે તો તે પણ તમે ઉમેરી શકો છો. બેકિંગ સોડા સૂર્યના નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે ઓટમીલ બળતરાને શાંત કરે છે. જેથી તમે ઓટ્સ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: ભારે ગરમીથી ત્વચાને કેવી રીતે બચાવશો? આ ટિપ્સને કરો ફોલો

ઠંડુ પાણી
સનબર્નના કિસ્સામાં સૌથી અસરકારક રીત હોય તો તે પાણી છે. સનબર્નને કારણે ત્વચા પર સોજો આવી જાય છે. જેને દુર કરવા તમારે ઠંડા પાણીનો ઉપયોગ કરવો જરૂરી છે. જો શરૂઆત થતાની સાથે તમે ઠંડા પાણીથી અટકાવી શકો છો. જોકે બરફનો ઉપયોગ કરશો નહીં.

એલોવેરા જેલ
એલોવેરા ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ત્વચાને લગતી કોઈ પણ સમસ્યા હોય ત્યારે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. જો કે, એ ધ્યાનમાં ચોક્કસ રાખો કે સનબર્ન ત્વચા માટે એલોવેરા આધારિત લોશનનો ઉપયોગ કરશો નહીં. કારણ કે તેમાં કેમીકલ હોય શકે છે અને તે તમને નુકશાન પહોંચાડી શકે છે.

વિનેગરનો ઉપયોગ
સનબર્નથી રાહત મેળવવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. ઘણી માહિતીમાં આપવામાં આવ્યું છે કે ઠંડા પાણીમાં બે કપ વિનેગર ભેળવીને વાપરવાથી સનબર્નથી રાહત મળે છે. બીજી બાજૂ ઘણા લોકો એવું માને છે કે તેનો ઉપયોગ કરવાથી બળતરા વધી શકે છે.