December 23, 2024

Shashi Tharoorના PAની સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ

Shashi Tharoor:  શશિ થરૂરના PAની સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એક માહિતી પ્રમાણે શશિ થરૂરના PAની પાસેથી 500 ગ્રામ સોનું મળી આવ્યું છે. આ વચ્ચે શશિ થરૂરે પણ તેના PA એટલે શિવ કુમારની ધરપકડને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવા માટે કોઈ પણ જરૂરી પગલા લેવાના તેમના પ્રયાસોમાં હું અધિકારીઓને સંપૂર્ણ સમર્થન આપું છું.

શશિ થરૂરનું ટેન્શન વધી ગયું
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે. આ વચ્ચે કેરળના તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરનું ટેન્શન વધી ગયું છે. કારણ કે તેમના PA શિવ કુમારની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ પર તેમની સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરાઈ છે. જેને લઈને શશિ થરૂરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વિશે લખ્યું છે. લખ્યું કે તે એક 72 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ છે જે વારંવાર ડાયાલિસિસ કરાવે છે અને તેને કરુણાના આધારે પાર્ટ-ટાઇમ ધોરણે મૂકવામાં આવ્યો હતો.
તપાસ ચાલી રહી છે
શશિ થરૂરે વધુમાં તેની પોસ્ટમાં લખ્યું કે “હું કોઈપણ કથિત ગેરરીતિને માફ કરતો નથી કાયદા પ્રમાણે આ કેસની તપાસ થવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે સમગ્ર મામલો IGI એરપોર્ટના ટર્મિનલ 3નો છે. હાલ આ કેસને લઈને કસ્ટમ્સની ટીમ તપાસ કરી રહી છે. દરેક સાઈડથી તેની તપાસ કરવામાં આવી રહી છે. શું આરોપીઓ અગાઉ પણ સોનાની દાણચોરી કરતા હતા કે આ પ્રથમ વખત છે.