December 18, 2024

અહીં Bengal આવો, જુઓ તમારી બોલતી બંધ થઇ જશે: PM Modi

PM Modi in West Bengal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24-પરગણામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન, તેમણે કહ્યું, ‘ટીએમસી નેતાઓ પાસે નોટોના પહાડ મળ્યા… એક-એક રૂપિયાનો હિસાબ આપવામાં આવશે. અત્યાર સુધી મેં લગભગ 17,000 કરોડ રૂપિયા એવા લોકોને પરત કર્યા છે જેમની પાસેથી પૈસા લૂંટવામાં આવ્યા હતા. બંગાળમાં પણ હું તમારા લૂંટેલા પૈસા પાછા મેળવવા માટે મારાથી બનતા પ્રયત્નો કરી રહ્યો છું.

નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ટીએમસી સત્યને સહન કરી શકે નહીં. જે પણ તૃણમૂલ વિશે સત્ય જાહેર કરવાનો પ્રયાસ કરે છે તેને પાર્ટી દ્વારા નિશાન બનાવવામાં આવે છે. તૃણમૂલ ધારાસભ્યએ કહ્યું કે, ભાગીરથીમાં હિંદુઓને વહાવી દેશે. આ અંગે, બંગાળના સાધુઓએ નમ્રતાપૂર્વક ટીએમસીને તેની ભૂલ સુધારવા માટે વિનંતી કરી, પરંતુ તૃણમૂલે રામકૃષ્ણ મિશન, ઇસ્કોન, ભારત સેવાશ્રમ સંઘ જેવી મહાન સંસ્થાઓના સંતોનું અપમાન કરવાનું શરૂ કર્યું. આ બધું આપણી વોટ બેંકને ખુશ કરવા અને વોટ જેહાદ વધારવા માટે કરવામાં આવી રહ્યું છે.

TMC ધારાસભ્ય હુમાયુ કબીરે શું કહ્યું?
ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું હતું કે ભાગીરથીમાં હિંદુઓને વહાવી દઇશ. હુમાયુ કબીર ભરતપુર વિધાનસભા સીટના ધારાસભ્ય છે, જે મુર્શિદાબાદ જિલ્લા હેઠળ આવે છે. રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘સંવિધાન… સંવિધાન… સંવિધાન… તાનાશાહી… તાનાશાહી… તાનાશાહી બૂમો પાડતી જમાત, અહીં બંગાળ આવો અને જુઓ કે અહીં શું થઈ રહ્યું છે. તમારી બોલતી બંધ થઇ જશે.

TMCએ CAA વિરુદ્ધ જૂઠ ફેલાવ્યુંઃ મોદી
વડાપ્રધાને કહ્યું કે તુષ્ટિકરણની રાજનીતિને કારણે TMCએ CAA વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવ્યું છે. પરંતુ આજે આખો દેશ જોઈ રહ્યો છે કે સેંકડો શરણાર્થીઓને નાગરિકતા મળી છે. આ નાગરિકતા દેશના બંધારણ દ્વારા આપવામાં આવી છે. તેમણે કહ્યું, ‘હું તમને બીજી ગેરંટી આપુ છું કે, TMC તો શું, દુનિયાની કોઈ પણ તાકાત CAAના અમલને રોકી શકશે નહીં.’ તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલા જ્યારે તમે મને તક આપી હતી ત્યારે મેં આખા દેશને ગેરંટી આપી હતી કે હું ન તો ખાઈશ અને ન ખાવા દઈશ. હવે મોદી દેશને અને ખાસ કરીને પશ્ચિમ બંગાળને બીજી મોટી ગેરંટી આપી રહ્યા છે, જેણે ખાધું છે, હું તેને કાઢી લઈશ અને જેનું ખાધું છે, તેને પાછુ આપી.