IPL 2024માં Kohliના 1 રનની કિંમત 1350, Ramandeepનો 1 કેચ 10 લાખનો
IPL 2024: આઇપીએલ 2024નો ખિતાબ કેકેઆર એ ફાઈનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોતાના નામે કરી લીધો છે. કેકેઆર એ ત્રીજી વખત આ ખિતાબી જંગ જીતી છે. ખિતાબ જીતવા પર કેકેઆરને 20 કરોડ રૂપિયા તો રનરઅપ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને 12.5 કરોડ રૂપિયા મળ્યા. માનવામાં આવી રહ્યું છે કે, IPL 2024માં કુલ 46.5 કરોડની રકમ વહેંચવામાં આવી હતી. પૂર્વ ચેમ્પિયન અને ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાન પર રહેલી રાજસ્થાન રોયલ્સને 7 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે ચોથા નંબર પર રહેલી રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરૂની ટીમને 6.5 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિવાય આખી ટીમને ઘણા પ્રકારના એવોર્ડ વહેંચવામાં આવ્યા હતા. તો આજે જાણીએ કે પૈસાનો વરસાદ કરનારી IPL મેચોમાં હુનરથી કોણે કેટલા પૈસા બનાવ્યા. આ પૈસા ખેલાડીઓને તેમની સેલેરી ઉપરાંત મળ્યા છે.
વિરાટે રનનો ઢગલો કરી કમાયા પૈસા
વિરાટ કોહલી સમગ્ર IPL ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો હતો. આ માટે તેને 10 લાખ રૂપિયા મળ્યા હતા. કોહલીએ આ સમગ્ર સિઝનમાં શાનદાર બેટિંગ કરી અને કુલ 15 મેચમાં 741 રન બનાવ્યા હતા. તેણે 61.75ની એવરેજથી આ રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 5 અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 113 રન હતો. જો વિરાટ કોહલીને મળેલા 10 લાખ રૂપિયાની રકમને તેણે બનાવેલા 741 રનથી ભાગવામાં આવે તો તેણે પ્રતિ રન લગભગ 1350 રૂપિયાની કમાણી કરી હતી.
આ પણ વાંચો: પોતાના આંસુ લૂછી કાવ્યા મારને SRHના ખેલાડીઓનો માન્યો આભાર
હર્ષલ પટેલે વિકેટ લઈને કમાણી કરી
પંજાબ કિંગ્સના બોલર હર્ષલ પટેલે સૌથી વધુ વિકેટ લઈને પર્પલ કેપનો ખિતાબ જીત્યો હતો. પટેલે આ સમગ્ર સિઝનમાં શાનદાર બોલિંગ કરી હતી અને 14 મેચમાં 24 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ માટે તેને 10 લાખ રૂપિયા મળ્યા હતા. જો તેની રકમને 24 વડે ભાગવામાં આવે તો તેણે લીધેલી દરેક વિકેટ માટે 42 હજાર રૂપિયા કમાયા હતા.
અભિષેકે સૌથી વધુ સિક્સર ફટકારીને કમાણી કરી
સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ખેલાડી અભિષેક શર્માએ આખી IPL ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. તેણે 42 સિક્સર ફટકારી, જેના માટે તેને 10 લાખ રૂપિયા મળ્યા. આ હિસાબે તેના એક સિક્સની કિંમત લગભગ 24 હજાર રૂપિયા હતી. તેણે આખી ટૂર્નામેન્ટમાં 202.212ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા હતા, જેમાં આ 42 સિક્સરનો સમાવેશ થાય છે. તેમના પછી હૈદરાબાદ ટીમના હેનરિક ક્લાસેન અને વિરાટ કોહલીએ 38-38 સિક્સ ફટકારી હતી.
આ પણ વાંચો: રિયાન પરાગની યુટ્યુબ સર્ચ હિસ્ટ્રી લીક
પાવર પ્લેયર ટ્રેવિસ હેડે 64 ચોગ્ગાથી 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદના અન્ય ખેલાડી, ટ્રેવિસ હેડ, સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સૌથી વધુ ચોગ્ગાનો રેકોર્ડ ધરાવે છે. તેણે 64 બાઉન્ડ્રી ફટકારી હતી. તેણે 10 લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું હતું. આ હિસાબે તેના દરેક ચોગ્ગાની કિંમત 15,625 રૂપિયા થાય છે. તેની પાછળ વિરાટ કોહલી હતો જેણે 62 ચોગ્ગા ફટકાર્યા હતા.
રમનદીપનો 10 લાખનો એક કેચ, તે સુપરમેન બની ગયો
IPL 2024ની આખી સિઝનમાં સર્વશ્રેષ્ઠ કેચ KKRના ખેલાડી રમનદીપ સિંહે લપક્યો હતો. તેણે આ કેચ ત્યારે પકડ્યો જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે KKRની મેચ ચાલી રહી હતી. રમનદીપ સિંહે આ અદ્ભુત કેચ લઈને લખનૌના અરશિન કુલકર્ણીને પેવેલિયન પરત ફરવા મજબૂર કર્યા હતા. રમણદીપે 21 મીટર દોડ્યા બાદ આ કેચ પકડ્યો હતો. રમણદીપની ટીમ KKR આ મેચ જીતી હતી. તેને સુપરમેન પણ કહેવામાં આવતો હતો.