પોતાના વ્હાલસોયાની એક ઝલક જોવા તરસી રહ્યો છે પરિવાર, કેમેરા સામે મોભી રડી પડ્યા
Rajkot Game Zone : રાજકોટ આગકાંડથી અનેક પરિવારો વેરવિખેર થઇ ગયા છે. ત્યારે હાલ કેટલાક પરિવારને તેમના ઘરના સ્વજનો તો કોઇકને બાળકો મળી રહ્યા નથી. આ વચ્ચે હવે ધ્રોલ તાલુકાના ખાખરા ગામના સુરપાલસિંહ જાડેજાને તેમનો પરિવાર હજુ શોધી રહ્યો છે. 22 વર્ષીય સુરપાલસિંહ જાડેજા રાજકોટ કોલેજમાં અભ્યાસ કરે છે. સુરપાલ સિંહ પોતાના મિત્રો સાથે TRP ગેમ ઝોનમાં ગયા હતા.
મળતી માહિતી અનુસાર રાજકોટ આગરકાંડથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે ત્યારે હવે ધ્રોલ તાલુકાના ખાખરા ગામના સુરપાલસિંહ જાડેજાને તેમનો પરિવાર હજુ શોધી રહ્યો છે. 22 વર્ષીય સુરપાલસિંહ જાડેજા રાજકોટ કોલેજમાં અભ્યાસ કરે છે. સુરપાલ સિંહ પોતાના મિત્રો સાથે TRP ગેમ ઝોનમાં ગયા હતા. પરિવારને આ ઘટનાની જાણ થતાં જ TRP ગેમ ઝોન ખાતે પરિવાર પોહચ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, તમામ ગેમઝોનમાં તપાસ હાથ ધરી
વધુમાં સુરપાલસિંહના મોટા બાપુ પરીવારજનો સાથે સિવિલ હોસ્પિટલમાં પોતાના વ્હાલસોયાની એક ઝલક જોવા તરસી રહ્યો છે. જ્યારે પરિવારજનોને PM રૂમમાં જવા ન દેવાતા આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, ન્યુઝ કેપિટલ સમક્ષ પરિવારના મોભીએ રડતી આંખે વેદના ઠાલવી છે.