December 19, 2024

Elon Musk કહ્યું – સોશિયલ મીડિયા બાળકો માટે ખતરનાક

Elon Musk: એલન મસ્ક ટેકનોલોજીની દુનિયામાં સૌથી વધારે ચર્ચામાં રહે છે. ફરી એક વખત એલન મસ્ક ચર્ચામાં આવ્યા છે. એલોન મસ્કે કહ્યું- સોશિયલ મીડિયા બાળકો માટે ખતરનાક છે. તે બાળકોના દિમાગ માટે હાનિકારક છે.

બાળકો માટે હાનિકારક
વિશ્વની સૌથી મોટી માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સના માલિક એલન મસ્કે એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા બાળકો માટે ખૂબ જ ખતરનાક છે. બાળકોને તેના માતા-પિતાએ સોશિયલ મીડિયાથી દુર રાખવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયાથી બાળકોને જેમ બને તેમ દુર રાખવા જોઈએ. એક કોન્ફરન્સ થઈ રહી હતી તે દરમિયાન એલન મસ્ક આ વાતને કહી હતી.

આ પણ વાંચો: આઇફોન યુઝર્સને હવે મજા, વોટ્સએપ સ્ટેટસમાં આવ્યું આ ફીચર

શું કહ્યું એલન મસ્કે
એક કોન્ફરન્સ થઈ રહી હતી જેમાં એલન મસ્કે કહ્યું કે હું તમામ માતા-પિતાને વિનંતી કરું છું કે તેઓ તેમના બાળકોને સોશિયલ મીડિયાથી જેમ બને તેમ દૂર રાખે. ” બાળકોના મગજને ખુબ અસર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલી વખત એવું સામે નથી આવ્યું કે એલન એવી વાત કહી હોય. ઘણી વખત તે એવું કહેતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બાળકો માટે સોશિયલ મીડિયા કેટલું હાનિકારક છે તે કહેતા જોવા મળ્યા છે. ગયા વર્ષે દુબઈમાં આયોજિત WGS કોન્ફરન્સમાં પણ તેમને કહ્યું હતું કે મેં મારા બાળકોને ક્યારેય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા રોક્યા નથી, જે મારી ભૂલ હતી.