December 27, 2024

Surat-Dhulia હાઇવે પર ગમખ્વાર અકસ્માત; 3 મોત, 7 ઇજાગ્રસ્ત

સુરતઃ જિલ્લામાં આવેલા ધુલિયા નેશનલ હાઇવે-53 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કિંકવાડ ગામની સીમમાં ટ્રકે પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે. ત્યારે આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી પ્રમાણે, સુરત-ધુલિયા નેશનલ હાઇવે-53 પર અકસ્માત સર્જાયો હતો. કિંકવાડ ગામની સીમમાં ટ્રકે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં ટ્રકના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં બોગસ બીલિંગ કૌભાંડ, 100 કરોડનો ગોટાળો હોવાની શક્યતા

આ ઘટનામાં ત્રણ લોકોનું મોત નીપજ્યું છે. પિન્ટુ પવાર, ભાવસા માળી અને સોનુ પાટીલનું મોત નીપજ્યું છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોનાં નામ

  • પિન્ટુ પવાર
  • ભાવસા માળી
  • સોનુ પાટીલ

ઈજાગ્રસ્તોનાં નામ

  • તુલસીરામ ચીંતામણી સોનવણે, નાસિક
  • સંતોષભાઇ ખુલજીભાઇ પવાર, નાસિક
  • બાબાજી કંકુવા પવાર, નાસિક
  • આકાશભાઇ ભરવ માળી, નાસિક
  • ક્રિષ્ના સુરેશભાઇ પવાર, નાસિક
  • રાકેશભાઇ મંછારામ બોરસે, નાસિક
  • રાજેન્દ્ર દુબળા તાળીસ, નાસિક