November 5, 2024

દેશમાં પડશે આગ ઝરતી ગરમી, Gujaratમાં આ તારીખે વરસાદની આગાહી

Heat wave Alert: દિલ્હી, યુપી અને રાજસ્થાન, સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રેડ એલર્ટ આપ્યું છે. સૂકા પવને કારણે આગામી પાંચ દિવસ ભારે ગરમી પડશે.

હીટવેવનો કહેર

હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તર-પશ્ચિમ ભારતના અન્ય રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. હજૂ પણ તાપમાનમાં વધારો થશે. સોમવારે દિલ્હીની આસપાસ 20 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે આયાનગર અને ઝજ્જર, ગુરુગ્રામ, ફારુખનગર, જાફરપુર, નજફગઢ, દ્વારકા, પાલમમાં વરસાદ પડ્યો હતો. જોકે વરસાદ પડવા છતા વાતાવરણમાં કોઈ રાહત જોવા મળી ના હતી. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું 19 મેના રોજ નિકોબાર ટાપુઓ પર પહોંચી ગયું છે. ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. થોડા જ દિવસોમાં તે દક્ષિણ-પૂર્વના કેટલાક ભાગોમાં પહોંચી શકે છે.

આ પણ વાંચો: દિલ્હીમાં વરસાદની શક્યતા, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

ગુજરાતનું હવામાન

ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ગઈ કાલે હિંમતનગરમાં 45. 6 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગર અમદાવાદમાં આજે તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલે આપેલી આગાહી પ્રમાણે તારીખ 26થી 30 મેના રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસશે તો આ વખતે સારું ચોમાસું સારુ રહેવાની શક્યતા છે. આ વખતે રોહિણી ઉતરતા વરસાદ પડી શકે છે. જેના કારણે આ વખતનું ચોમાસું સમયે આવવાની શક્યતા રહેશે.  જોકે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે.