December 19, 2024

ડ્યૂલટચ કેબિન થીમ સાથે આવશે ટાટાની કાર, ત્રણેય ફ્યૂલ કેટેગરીમાં આવશે

અમદાવાદ: ટાટાની હાઈ ક્લાસ કાર Tata Curvvની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કારને 15 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે, હાલમાં જ તેના ઈન્ટિરિયરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીરો કંપનીના પ્લાન્ટમાં પાર્ક કરેલી કારની છે. જોકે, ટાટાની અત્યાર સુધીની સૌથી બેસ્ટ અને ફીચર્સ કાર માનવામાં આવે છે. આ કારનો લૂક તો શાનદાર હશે જ પણ એના ફીચર્સ અત્યારથી ચર્ચામાં છે. આ નવી કાર હજું લૉંચ થવાની બાકી છે.

ડ્યૂલટચ કેબિન થીમ
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કારના ડેશ બોર્ડનું લેઆઉટ Tata Nexon જેવું લાગે છે. તેમાં ડ્યૂલ ટચ કેબિન થીમ અને 12.3 ઈંચની ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. આ કારમાં 10.25 ઈંચની ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારમાં પેટ્રોલ, ડીઝલ અને EV ત્રણેય એન્જિન ઓપ્શન ઉપલબ્ધ હશે. ઈન્ફોટેનમેન્ટની વાત કરીએ તો આ સિસ્ટમમાં પેન ડ્રાઈવથી લઈ બ્લુતૂથ જેવી ટેક્નોલોજી પણ ક્નેક્ટ થઈ શકશે. એક જ સ્ક્રિન પરથી આખો ફોન ઑપરેટ કરી શકાશે.

આ પણ વાંચો: હાયાબુસા જેવો લૂક આપતી નવી બાઈક, ફર્સ્ટલૂકમાં જ ગમી જશે

એલર્ટ સિસ્ટમ
એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) ઉપલબ્ધ હશે. આ સેન્સર સંચાલિત ફીચર અકસ્માતોને રોકવામાં મદદરૂપ છે. જ્યારે વાહન ખૂબ નજીક આવે ત્યારે આ ઑડિઓ અને વિડિયો ચેતવણીઓ પ્રદાન કરે છે. જોકે, અન્ય ઘણી કારમાં એવું પણ ફીચર આવે છે કે, બાજુમાંથી કોઈ કાર કે મોટું વાહન પસાર થાય ત્યારે એનું એક એલર્ટ અંદર કારમાં બેઠેલી વ્યક્તિને મળે છે. આરામદાયક સફર માટે આ કાર બેસ્ટ છે. ખાસ કરીને જે લોકો લોંગ ડ્રાઈવ કરે છે એના માટે આ કાર બેસ્ટ પુરવાર થઈ શકે છે.

ટેન્ક કેપેસિટી
Tata Curvvમાં 1.2 લીટરનું એન્જિન હશે, તેમાં ટર્બો એન્જિનનો વિકલ્પ પણ આપવામાં આવી શકે છે. આ કાર 115 પીએસનો પાવર આપશે, જે તેને હાઇ સ્પીડ આપવામાં મદદ કરશે. કારમાં 1.5 લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ મળી શકે છે. આ કાર 11 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ થશે. હાલ તો એવું માનવામાં આવી રહ્યું છે. Tata Curvv અદ્યતન સુવિધાઓ સાથે આવશે, પેનોરેમિક સનરૂફ અને એલોય વ્હીલ્સ તેના ટોપ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ હશે. કારના આગળના ભાગમાં ચાર્જિંગ પોઈન્ટ હશે, તેમાં વાયરલેસ ફોન ચાર્જર અને ક્રુઝ કંટ્રોલની સુવિધા આપવામાં આવી શકે છે.

આ ફીચર્સ પણ બેસ્ટ
કારના ટાયરમાં ખાસ ફ્લાવરની ડીઝાઈનને ફોલો કરવામાં આવી છે. જોકે, મેગવ્હીલ હોવાને કારણે ડ્રાઈવ કરનારને સ્પોર્ટ્સ જેવી ફીલ આવે છે. ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને છ એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા અને ઓટો ક્લાઈમેન્ટ કંટ્રોલ, એલઇડી હેડલાઇટ અને મોટી ટેલલાઇટ મળશે. ઝડપી ચાર્જિંગ વિકલ્પ અને મોટી ગ્રીલ કારને એક અનોખો લૂક આપી જાય છે. ડબલ સ્ક્રિન ડેશબોર્ડ ખાસ કોઈ કારમાં જોવા મળતું નથી. ટાટાની આ પહેલી કારમાં બે બે સ્ક્રિન આપવામાં આવી રહી છે.