આતંકવાદીના ફોનમાંથી મળ્યું Nana Chilodaનું લોકેશન, તપાસ કરતા હથિયારોનો જથ્થો મળ્યો
અમદાવાદઃ એરપોર્ટ પર આતંકવાદી પકડાવાને લઈ DGPએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ‘18 મેના દિવસે DySP હર્ષ ઉપાધ્યાયને ખાનગી બાતમી મળી હતી. ચારેય આતંકવાદી મોહમ્મદ નુસરથ, મોહમ્મદ ફારિસ, મોહમ્મદ રશદિલ, મોહમ્મદ નફરીન ISIS સાથે સંકળાયેલા છે. 18-19મીએ અમદાવાદ એરપોર્ટ કે રેલ્વેમાં આવવાના હોવાની માહિતી હતી. તેના આધારે તપાસ કરતા ચોક્કસ સમય નક્કી નહોતો.’
તેઓ આગળ જણાવે છે કે, ‘દક્ષિણ સાઉથથી આવનારા તમામ લોકોનું લિસ્ટ લઈને તેનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં એક ટીમને સફળતા મળી હતી. એક જ PNRમાં ઇન્ડિગો ચેન્નાઈ ફ્લાઇટની માહિતી મળી હતી. કોલંબોથી જાણવા મળ્યું હતું કે, આ ચાર લોકો કોલંબોથી ચેન્નાઈ આવવાના છે. આ ચાર લોકો 19મી તારીખે સવારે 3 વાગ્યે ચેન્નાઈ પહોંચ્યા હતા અને ત્યાંથી 19મીની સાંજે અમદાવાદ પહોંચ્યા હતા.’
આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પરથી ATSએ ચાર આતંકીઓ દબોચ્યા
તેઓ વધુમાં કહે છે કે, ‘ત્યાંથી ચારેયને ડિટેઈન કરવામાં આવ્યા હતા. આ લોકોને ઇંગ્લિશ કે હિન્દી બોલતા આવડતું નથી. આ ચારેય આરોપીને તમિલ ભાષા આવડે છે. તમિલ ભાષાના જાણકાર દુભાષિયાને બોલાવવામાં આવ્યો હતો અને પૂછપરછ દરમિયાન તેમની આઇડેન્ટીટી કન્ફર્મ થઈ હતી. આ લોકોની શૂટકેસમાંથી ISISનો ઝંડો મળી આવ્યો હતો. મોહમ્મદ ફારીસ, મોહમ્મદ નફરાન ફેબ્રુઆરી 2024માં અબુ કે જે મૂળ શ્રીલંકા અને પાકિસ્તાનનો હેન્ડલર સાથે જોડાયા હતા. તેઓ સુસાઈટ બોમ્બિંગ માટે તૈયાર થઈ ગયા હતા. ફોનમાંથી અલગ અલગ ISISI સાથેના વીડિયો અને ફોટા મળી આવ્યા હતા.’
તેઓ આગળ જણાવે છે કે, ‘ગેલેરીમાં આ સિવાય ઘણાં લોકેશન અને ફોટા પણ મળી આવ્યા છે. અમદાવાદના નાના ચિલોડાનું લોકેશન મળી આવ્યું છે. પાકિસ્તાની હેન્ડલરે હથિયાર રાખીને મૂકી રાખ્યા હતા, તેના ફોટા અને લોકેશન પણ મળી આવ્યા છે. અમદાવાદના નાના ચિલોડાના લોકેશન જઈને તપાસ કરતા ફોટા પ્રમાણેની વસ્તુઓ મળી આવી હતી. તેમાં 3 પિસ્તોલ, 20 કારતૂસ, ISISનો ફ્લેગ મળી આવ્યો હતો. આતંકી કૃત્ય કર્યા બાદ તેમને ત્યાં ISISનો ઝંડો મૂકીને આવવા માટે કહેવામાં આવ્યું હતું.’
હાલ આ મામલે એટીએસમાં IPC, UAPA આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત એટીએસની તપાસ ચાલી રહી છે. જેમાં પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આતંકવાદી કૃત્ય ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. જ્યાં અબુએ કહ્યુ હતુ કે, પહેલા વેપન્સ મેળવી લો પછી આગળ શું કરવાનું છે. પ્રોટેન મેઇલથી સીધી સૂચના આપવામાં આવતી હતી. પાકિસ્તાનથી અબુના કહેવા પ્રમાણે આતંકી પ્રવૃતિ કરતા હતા. હથિયારો અને કારતૂસ કોણ મૂકી ગયા જેને લઈને તપાસ ચાલી રહી છે. શ્રીલંકા કે ચેન્નઈમાં કોઈ લોકલ મદદ કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.’