‘હું ભગવાન રામ અને હનુમાનનો ભક્ત’, આખરે કેમ દ.આફ્રિકાના ક્રિકેટરે કહી આવી વાત
જ્યારે પણ દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ હોમ ગ્રાઉન્ડ પર બેટિંગ કરવા આવે છે અથવા બોલિંગ કરતી વખતે વિકેટ લે છે ત્યારે સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ’ ગીત વાગવા લાગે છે. ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ઘણા પ્રસંગોએ આ જોવા મળ્યું હતું. વનડે સીરીઝ દરમિયાન એક વખત કેએલ રાહુલે પણ કેશવ મહારાજને આ અંગે એક સવાલ પૂછ્યો હતો. કેએલએ પૂછ્યું હતું કે કેશવભાઈ, તમે જ્યારે પણ આવો ત્યારે આ લોકો રામ સિયા રામ ગીત વગાડે છે? આના પર અનુભવી સ્પિનરે ‘હા’માં જવાબ આપ્યો.
ટેસ્ટ સિરીઝ દરમિયાન એક રસપ્રદ ઘટના પણ સામે આવી છે. કેપટાઉન ટેસ્ટમાં જ્યારે કેશવ મહારાજ બેટિંગ કરવા આવ્યા અને સ્ટેડિયમમાં આ ગીત ગુંજવા લાગ્યું ત્યારે વિરાટ કોહલીએ કેશવ મહારાજ તરફ હાથ જોડીને ધનુષમાંથી તીર છોડવાની મુદ્રા લીધી. વિરાટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.
હવે જ્યારે કેશવ મહારાજને આ વાર્તાઓ અને રામ સિયા રામ ગીત સાથેના તેમના કનેક્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ખૂબ જ ટૂંકા જવાબ આપીને સ્પષ્ટ કર્યું. તેણે કહ્યું, ‘આ મારું પ્રવેશ ગીત છે. હું ભગવાન રામ અને હનુમાનનો ભક્ત છું તેથી મને લાગે છે કે આ મને સંપૂર્ણ રીતે બંધબેસે છે.
EXCLUSIVE | VIDEO: "Obviously, something that I put forward to the media lady and requested that song to be played. For me, God has been my greatest blessing, giving me guidance and opportunity. So, it's the least that I can do and it also just gets you in your zone. It's a nice… pic.twitter.com/TtDYg28oRN
— Press Trust of India (@PTI_News) January 9, 2024
કેશવે કહ્યું, ‘ઘણી વખત હું સામે ઊભો રહીને આ ગીત વગાડવા માટે કહું છું. મારા માટે મારો ભગવાન સૌથી મોટો આશીર્વાદ છે. તે મને રસ્તો બતાવે છે અને તક આપે છે. તેથી આ ઓછામાં ઓછું હું કરી શકું છું. ધર્મ અને સંસ્કૃતિનું સન્માન કરવું જરૂરી છે. મને બેકગ્રાઉન્ડમાં ‘રામ સિયા રામ’ વાગતું સાંભળવું ગમે છે.
આ પણ વાંચો : ધોનીનો રેકોર્ડ હવે ખતરામાં…! રોહિત શર્મા રચી શકે છે ઇતિહાસ
દક્ષિણ આફ્રિકાના અગ્રણી સ્પિનર છે મહારાજ
કેશવ મહારાજે દક્ષિણ આફ્રિકાના મહાન સ્પિનરોમાં પોતાનું નામ બનાવ્યું છે. કેશવ મહારાજે ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું. 2016માં તેણે ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. અત્યાર સુધી તેણે 50 ટેસ્ટ મેચ રમી છે. અહીં તેણે 32ની બોલિંગ એવરેજ સાથે 158 વિકેટ લીધી છે. દક્ષિણ આફ્રિકામાં સ્પિનર માટે આ એક મોટો આંકડો છે. આ કારણ છે કે દક્ષિણ આફ્રિકાની પીચો સ્પિનરોને ક્યારેય મદદરૂપ નથી રહી. મહારાજે ODI ક્રિકેટમાં 55 વિકેટ પણ લીધી છે. તે ટી-20માં ભાગ્યે જ જોવા મળ્યો છે. T20 ઈન્ટરનેશનલમાં તેના નામે 27 મેચમાં 24 વિકેટ છે.