January 5, 2025

મુંબઈમાં બનેલ દુર્ઘટનાના પડઘા, સુરેન્દ્રનગરમાં હોર્ડિંગ્સ હટાવવા તંત્રની કાર્યવાહી

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગર: રાજ્યમાં વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં હોડિંગ અને જર્જરીત બિલ્ડીંગો હટાવવા અંગે પાલિકા તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ લોકોને સાવચેતીના ભાગરૂપે અપીલ કરવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ અને પવનને લઇ શેરી વિસ્તારોમાં મોટા હોડીંગ્સ અને જર્જરીત ઈમારતો હટાવવા માટે કલેક્ટર કચેરી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં પાલિકા પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં આવા તમામ હોડિંગ્સ અને જર્જરિત ઇમારતનો સર્વે કરી નોટિસ પાઠવી અને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. હાલ હવામાન ખાતાની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ અને પવનને લઈ મુંબઈ ખાતે જે હોડિંગ પડવાથી દુર્ઘટના ઘટતી હતી, તેવી દુર્ઘટના સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો અને તાલુકા મથકોમાં ન ઘટે તે માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને આવી ઇમારતોને અને હોર્ડિગનો સર્વે કરી ઉતારી લેવા માટે નોટીસો પાઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: હિંદુવાદી નેતાની હત્યાના ષડયંત્રના કેસમાં મોટો ખુલાસો, ટાર્ગેટ પર હતા વધુ પાંચ લોકો

સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા એ જણાવ્યું હતું કે, પાલિકાની એક ટીમ બનાવી શહેરી વિસ્તારોમાં સર્વેને કામગીરી કરી જર્જરિત ઇમારત અને હોડીંગ કરવા માટે નોટીસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન ખાતાની આગાહી પ્રમાણે પવન અને વરસાદ તેમજ વીજળીને લઈ નુકસાની ન થાય તે માટે તે માટે દામીની એપ લોકોએ ઇન્સ્ટોલ કરી અને સાવચેતીના ભાગરૂપે વરસાદ પવન અને હવામાન ખાતાની આગાહી હોય ત્યારે લોકોએ ઘરની બહાર કામ વગર ન નીકળવું તે માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા શહેરી વિસ્તારોમાં જર્જરીત ઇમારત અને હોડીંગ ઉતારી અને મુંબઈમાં બનેલ દુર્ઘટના ન ઘટે તે માટે પાલિકા તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.