December 20, 2024

માલદીવની મુશ્કેલી વધી, ગણતરીના કલાકમાં પ્રવાસન ઉદ્યોગ વેન્ટિલેટર પર

માલદીવના પ્રવાસન ઉદ્યોગને એક જ દિવસમાં કરોડોનું નુકસાન

માલદીવ: છેલ્લા ઘણા દિવસથી માલદીવ ચર્ચાનો વિષય બન્યો છે. પણ અહિંયા એ વાત પણ હકીકત છે કે મોદી હોય ત્યાં કોઈ ચર્ચા ના થાય તેવું તો બને નહીં. પીએમ મોદી એમ જ થોડી વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા બન્યા છે. માલદીવના મંત્રીના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ માલદીવને ભારે નુકસાની ભોગવાનો વારો આવ્યો છે. એક માહિતી અનુસાર ભારત વિરોધી નિવેદન બાદ એક દિવસમાં માલદીવની 14 હજાર હોટેલ બુકિંગ્સ અને ભારતથી માલદીવ જતી 3600 ફ્લાઇટ ટિકીટની બુકિંગ કેન્સલ કરવામાં આવી છે.

ભારતીયો માલદીવનો પ્રવાસ રદ
ભારતીયોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે માલદીવના પ્રવાસન ઉદ્યોગને એક જ દિવસમાં કરોડોનું નુકસાન થયું છે. ખાસ વાત એ છે કે માલદીવનીનું મોટા ભાગનું અર્થતંત્ર ભારતીય પ્રવાસીઓ પર નિર્ભર છે. જો માલદીવની મુલાકાત લેતા લોકો બંધ થઈ જશે તો માલદીવનું અર્થતંત્ર ખખડી જશે. દર વર્ષે સૌથી વધારે માલદીવની કોઈ મુલાકાત લેતા હોય તો તે ભારતીય છે. 2020માં 63 હજાર, 2021માં 2 લાખ 93 હજાર, 2023માં 1 લાખ 93 હજાર પ્રવાસીઓએ મુલાકાત માલદીવની લીધી હતી.

આ પણ વાચો: અવધ નરેશ અમેરિકામાં દેખાશે, ટાઈમ્સ સ્ક્વેરમાં લાઈવ સ્ટ્રિમિંગ

શુ છે મામલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન મોદીએ સોશિયલ મીડિયા ઉપર ઘણા ફોટા શેર કર્યા હતા. જે ખુબ જ વાયરલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવાની અપીલ કરી હતી. આ બાદ માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિયુનાએ વાંધાજનક પોસ્ટ મુકી હતી. આ પોસ્ટમાં મરિયમ શિઉનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘જોકર’ અને ‘કઠપૂતળી’ ગણાવ્યા હતા. આ પોસ્ટ મુકતાની સાથે લોકોએ ભારે વિરોધ કર્યો હતો. જેના કારણે તેમને તે પોસ્ટ ડિલીટ કરવાનો વારો આવ્યો હતો.

વડાપ્રધાન મોદીની મજાક
ઝાહિદ રમીઝ સહિત માલદીવના અન્ય અધિકારીઓએ પણ પ્રધાનમંત્રી મોદીની મજાક કરી હતી. તેમણે ટ્વીટ (x)પર શેર કર્યું હતું અને તેમાં તેમણે વડાપ્રધાન મોદીની મજાક ઉડાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી હવે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની પણ મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. જોકે પ્રધાનમંત્રી મોદી પર કરવામાં આવેલી ટિપ્પણી તેમના જ દેશ અને નેતાઓને ભારે પડી રહી છે.

આ પણ વાચો: બાંગ્લાદેશમાં પાંચમી વખત ‘હસીના’ PM, ભારતનો ભૂતકાળ વાગોળ્યો