January 4, 2025

12 સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત, છેલ્લી તારીખ 21મી મે

અમદાવાદઃ ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી 21 મેના દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. વિદ્યાર્થીઓ પરીણામ સુધારવા તમામ વિષયની પરીક્ષા આપી શકશે.

તાજેતરમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. તેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું હતું. તેમજ ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતું. વિદ્યાર્થીઓનું 82.53 ટકા, વિદ્યાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. તેમજ કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. તેમજ મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારૂ પરિણામ આવ્યું છે.

નોંઘનીય છે કે, ગત વર્ષની તુલનામાં આ વર્ષનું પરિણામ ખૂબ સારું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.5 ટકા અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતુ કુંભારિયા કેન્દ્ર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ છે. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છાલા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બોડેલી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર છે.

વધુમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 127 છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1609 છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 27 છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 19 છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું પરિણામ 82.53 ટકા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 82.35 ટકા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું પરિણામ 89.45 ટકા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 180 હતી. તો 12 સામાન્ય પ્રવાહમાં દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 2367 હતી.