અમદાવાદ: ગુજરાતમાં પ્રથમવાર 150 પ્રજ્ઞાચક્ષુ લોકોને ફિલ્મ બતાવવામાં આવી
અમદાવાદ: ગુજરાતમાં પ્રથમ વખત 150 જેટલા દિવ્યાંગોએ સિનેમાઘરમાં ફિલ્મની મજા માણી હતી. 13 મેના રોજ અમદાવાદની એક સંસ્થા દ્વારા 150 જેટલા દિવ્યાંગોને અમદાવાદના એક મોલમાં આવેલા સિનમાઘરમાં ફિલ્મ દેખાવામાં આવી હતી. સાથે જ દિવ્યાંગો સાથે 100 રાઈટર મિત્રોને પણ શ્રીકાંત ફિલ્મ બતાવવામાં આવી હતી.
અમદાવાદમાં એક પ્રયાસ માનવતા કી ઓર ચેરિટેલબ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો માટે સરસ પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. 150 જેટલા દિવ્યાંગોને હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ શ્રીકાંત ફ્રીમાં બતાવવામાં આવી હતી. પ્રક્ષાચક્ષુ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાના રીયલ લાઈફ પર બનેલી આ ફિલ્મ જોઈને અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ મિત્રોએ પણ ખુબ જ ખુશી અનુભવી હતી. ગુજરાતમાં પ્રથમ વખત આવું કોઈ સરસ કામ હાથ ધરવામાં આવ્યું હતું.
એક પ્રયાસ માનવતા કી ઓર ચેરિટેલબ ફાઉન્ડેશનન જે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત છે, 50 જેટલી બહેનો છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરીને આયોજન હાથ ધર્યું હતું. 150 દિવ્યાંગો સાથે 100 રાઈટર ( પ્રક્ષાચક્ષુ મિત્રોની પરીક્ષામાં પેપર લખનાર ) મિત્રોને પણ શ્રીકાંત ફિલ્મ બતાવવામાં આવી હતી. સાથે જ તેઓને ભોજન પણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે રાઈટર મિત્રોને સર્ટિફિકેટ આપીને પણ નવાજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે એક પ્રયાસ માનવતા કી ઓર ચેરિટેલબ ફાઉન્ડેશનના ફાઉન્ડર વિંતી જૈનએ જણાવ્યું હતું કે, ‘અમારી સંસ્થામાં મહિલાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી સામાજીક કલ્યાણના કામો કરવામાં આવે છે અને સાથે જ દિવ્યાંગ બાળકોને પરિક્ષા દરમિયાન રાઇટરની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા હજારો પ્રજ્ઞાચક્ષુ બાળકોને પરિક્ષા દરમિયાન મદદ કરવામાં આવી છે.’