શિવાજી પાર્કમાં રાજ ઠાકરે અને PM મોદી એક મંચ પર જોવા મળશે
PM Modi And Raj Thackeray Rally: લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. બાકીની બેઠકો પર તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. 20 મેના રોજ પાંચમા તબક્કા દરમિયાન મુંબઈ, થાણે અને પાલઘરમાં મતદાન થશે. મુંબઈ અને આસપાસના જિલ્લાઓ માટે 17 મે, શુક્રવારની સાંજ ચૂંટણી પ્રચારનો નજારો ખૂબ જ ખાસ જોવા મળશે.
પીએમ મોદી અને રાજ ઠાકરે એક મંચ પર જોવા મળશે
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે મુંબઈમાં એક મંચ પર જોવા મળવાના છે. બંને નેતાઓ શિવાજી પાર્ક મેદાનના વિશાળ મંચ પરથી આસપાસના જિલ્લાના લોકોને સંબોધિત કરશે.
આ પણ વાંચો: ‘તમે ઈટાલી શિફ્ટ થઈ જાઓ’, અમિત શાહે રાહુલ ગાંધીને કેમ આપી આ સલાહ?
શિવાજી પાર્ક બુક કરાવ્યો
MNS મહાસચિવ અને પ્રવક્તા વાગીશ સારસ્વતે સત્તાવાર રીતે આ માહિતી આપી છે. ચૂંટણીની જાહેરાત થતાં જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રાજ ઠાકરેની સભા માટે શિવાજી પાર્કનું મેદાન બુક કરાવ્યું હતું, પરંતુ રાજ ઠાકરેએ લોકસભાની ચૂંટણી લડવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો. MNSના અધિકારીઓ અને કાર્યકરો મહાયુતિના તમામ લોકસભા ઉમેદવારોના સમર્થનમાં મેદાનમાં છે.
રાજ ઠાકરે ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે
ત્રીજા તબક્કાના મતદાન પહેલા રાજ ઠાકરેએ ભાજપના ઉમેદવાર નારાયણ રાણેના સમર્થનમાં કંકાવલીમાં એક રેલીને સંબોધિત કરી છે. હવે રાજ ઠાકરેની 10મી મેના રોજ પુણેમાં અને 12મીએ થાણે જિલ્લામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ, પાલઘર અને થાણે જિલ્લાની લોકસભા બેઠકો માટે 20 મેના રોજ મતદાન થવાનું છે. આ પહેલા 17મી મેની સાંજે દાદરના શિવાજી મેદાનના મંચ પરથી રાજ ઠાકરેની વડાપ્રધાન સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મનસેના મહાસચિવ વાગીશ સારસ્વતના જણાવ્યા અનુસાર આ સામાન્ય સભામાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહેશે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે 13 મેના રોજ 96 બેઠકો પર મતદાન થશે. પાંચમા તબક્કા માટે 20 મેના રોજ 49 લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.