December 19, 2024

PM મોદીના ભાઈ થયા ભાવુક, માતા હીરા બાને કર્યા યાદ

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું અડધાથી વધારે મતદાન થઈ ગયું છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના ભાઈ સોમાભાઈ મોદીએ તેમની માતાને આજે યાદ કર્યા હતા. યાદ કરતા તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીને સ્વર્ગમાંથી આશીર્વાદ આપશે. આ સાથે સોમાભાઈએ એમ પણ કહ્યું કે મારી ઈચ્છા છે કે મારો ભાઈ ફરી એકવાર પીએમ બને.

સોમાભાઈ મોદી થયા ભાવુક
લોકસભા ચૂંટણી માટે આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ સમયે પીએમ મોદીના ભાઈ સોમાભાઈ મોદી માતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. આ સમયે તેમણે એમ પણ કહ્યું કે જેમ જનતાને પણ ઈચ્છે છે કે મારા ભાઈ વડાપ્રધાન બને. તેમ મારી પણ ઈચ્છા છે કે મારો ભાઈ વડાપ્રધાન બને. આજના દિવસે હિરાબાની યાદ આવે તે સ્વભાવીક વાત છે. કારણ કે આ પહેલાની તમામ ચૂંટણીમાં અહીં મતદાન કરવા આવતા પહેલા મોદી ગુજરાતમાં ગાંધીનગરમાં માતા પાસે જતા હતા. ત્યાં જઈને તેમના આશીર્વાદ લેતા હતા.

આ પણ વાંચો: North Gujarat Election LIVE Update: પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મતદાન કર્યું

આંખુમાં આંસુ આવી ગયા
હીરાબાનું નિધન વર્ષ 2022માં થયું હતું. ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળના રાણીપ વિસ્તારમાં મતદાન મથકની બહાર સોમાભાઈએ આંસુભરી આંખો સાથે કહ્યું, “મારી માતા હવે નથી. પરંતુ તેઓ સ્વર્ગમાંથી નરેન્દ્રભાઈને તેમના આશીર્વાદ આપશે. પ્રધાનમંત્રી મોદીએ મતદાન આપીને સોમાભાઈ મોદીને મતદાન મથકની બહાર મળ્યા હતા. આ સમયે તેમણે એકબીજાના સ્વાસ્થ્ય વિશે વાતચીત કરી હતી.