December 19, 2024

મસાલામાં 10 ગણું વધારે પેસ્ટિસાઈડ મેળવવાની મંજૂરી FSSAIએ આપી?

FSSAI: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મસાલામાં 10 ગણું વધારે પેસ્ટિસાઈડ ભેળવવાની મંજૂરી આપી હોવાની વાત પર સ્પષ્ટતા કરી છે. FSSAI એ આ રિપોર્ટસને નકાર્યો કહ્યું કે, આ તમામ રિપોર્ટ ખોટા અને ભ્રામક છે. ભારતમાં ફૂડ સેફ્ટી સ્ટેડર્ડસ દુનિયામાં સૌથી કડક છે.

હોંગકોંગ અને સિંગાપોરમાં ભારતીય મસાલા પર કાર્યવાહી
શનિવારે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે FSSAIએ દવાઓ અને મસાલાઓમાં 10 ગણા વધુ જંતુનાશકો ઉમેરવાની મંજૂરી આપી છે. આ જ કારણ છે કે હોંગકોંગ અને સિંગાપોરમાં ભારતની ટોચની 2 મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDH વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ફેમસ બ્યુટીક્વિન પર્રાગા ગોયબુરોની ગોળી મારીને હત્યા, ઇન્સ્ટાગ્રામ પોસ્ટે હત્યારાઓનું લોકેશન બતાવ્યું

વિશ્વના ઘણા દેશોમાં ભારતીય મસાલાઓ સામે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. બંને દેશોમાં આ કંપનીઓના ઘણા મસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ ગ્રાહકોએ ખરીદી કરી હોય તો તેનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી. તેમાંથી નિયત મર્યાદા કરતાં વધુ જંતુનાશકો મળી આવ્યા હતા. જો લાંબા સમય સુધી તેનો સંપર્ક કરવામાં આવે તો કેન્સરનો ખતરો રહે છે.

FSSAIએ કહ્યું કે ભારતમાં સૌથી કડક નિયમો છે
FSSAIએ રવિવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ પ્રકારના મીડિયા અહેવાલો બિલકુલ ખોટા છે. ભારતે વિશ્વના સૌથી કડક મેક્સિમમ રેસિડ્યુ લેવલ (MRL) નિયમો બનાવ્યા છે. FSSAIએ જણાવ્યું હતું કે જંતુનાશકોના કિસ્સામાં, 0.01 mg પ્રતિ કિલો MRL લાગુ પડે છે. મસાલાના કિસ્સામાં આ મર્યાદા વધારીને 0.1 મિલિગ્રામ પ્રતિ કિલો કરવામાં આવી હતી. આ ફક્ત તે જંતુનાશકોને લાગુ પડે છે. જે ભારતમાં કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ (CIB&RC) દ્વારા નોંધાયેલા નથી. વૈજ્ઞાનિકોની એક પેનલ દ્વારા આ ભલામણ કરવામાં આવી હતી.

FSSAIના નિર્ણય પર નિષ્ણાતોએ પહેલાથી જ પ્રશ્નો ઉઠાવ્યા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ નિષ્ણાતોએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે ભારતીય મસાલાની નિકાસને રિજેક્ટ થઈ શકે  છે. આ ઉપરાંત ભારતીય ગ્રાહકો પણ વધુ જંતુનાશકોનું સેવન કરવાનું શરૂ કરશે. પેસ્ટિસાઈડ એક્શન નેટવર્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે FSSAIનું આ પગલું લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે.