December 18, 2024

ગુજરાતીઓ કોને ચૂંટશે? જાણો મુખ્ય પાંચ મુદ્દાઓને લઈને જનતાએ શું કહ્યું…

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ન્યૂઝ કેપિટલ ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં સૌથી પહેલીવાર લાવ્યું છે ઓન કેમેરા ફેસ ટુ ફેસ મતદારોનો મૂડ. ગુજરાત રાજ્યની કુલ 26 બેઠકમાંથી એક બેઠક તો સુરતમાંથી BJP બિનહરીફ જીતી ગયું છે. ત્યારે 25 બેઠક માટે 7મી મેના દિવસે મતદાન યોજાવવાનું છે. લોકશાહીના આ મહાપર્વને લઈને પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મતદારોનો મૂડ જાણવા માટે અમારી ટીમના બે સંવાદાતાએ આખા ગુજરાતમાં ભ્રમણ કર્યું હતું. આ યાત્રા દરમિયાન તેમણે ઠેર-ઠેર ગામડાંઓમાં, શહેરોમાં, જાહેર જગ્યાઓએ જઈને મતદારોને સવાલો પૂછ્યા હતા અને તેમની પાસેથી માહોલ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં પાંચ મુદ્દા સૌથી વધુ અસરકારક અને મુખ્ય રહ્યા હતા. તેમાં વિકાસ, મોંઘવારી, વેપાર, ભાજપ 400 પાર અને કોંગ્રેસની વાત કરી હતી. આવો જાણીએ ગુજરાતીઓ શું કહે છે…

ગુજરાતની જનતાનો મૂડ

વિકાસ – 68.25 ટકા લોકોની હા, 31.75 ટકા લોકોની ના
મોંઘવારી – 77.47 ટકા લોકોની હા, 22.53 ટકા લોકોની ના
વેપાર – 61.6 ટકા લોકોની હા, 38.4 ટકા લોકોની ના
BJP 400 પાર થશે કે નહીં? – 68.81 ટકા લોકોની હા, 31.19 લોકોની ના
કોંગ્રેસ આવશે કે નહીં? – 12.79 ટકા લોકોની હા, 87.21 ટકા લોકોની ના

ચારેય ઝોનની સ્ટોરી વિગતવાર વાંચવા માટે…