December 21, 2024

IPL Rising Star: રિયાન પરાગની અહિંયા સુધીની સફર સરળ ન હતી

IPL 2024: આ વખતની સિઝનમાં રાજસ્થાનની ટીમનું ખુબ સારૂ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તેમાં પણ રાજસ્થાનની ટીમના રિયાન પરાગનું પ્રદર્શન જોરદાર જોવા મળી રહ્યું છે. રિયાન પરાગને કારણે તેની ટીમને ઘણો ફાયદો થયો છે.

પરાગનું પ્રદર્શન શાનદાર
IPLની 17મી સિઝનમાં રિયાન પરાગનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે. રિયાનની બેટિંગને કારણે તે સતત ચર્ચામાં જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યાર સુધીની સફર તેમની કોઈ સરળ રહી નથી. તેના ડેબ્યુથી તેને ઘણો ટ્રોલીગનો સામનો કરવાનો વારો આવ્યો હતો. IPLની છેલ્લી સિઝન તેના માટે ખૂબ જ ખરાબ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ તેણે શેર કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે તે IPLમાં એક ઓવરમાં 4 સિક્સર ફટકારશે, પરંતુ તે માત્ર 5 સિક્સર જ મારી શક્યો હતો. જેના કારણે તેને લોકોની ટીકાનો સામનો ખુબ કરવો પડ્યો હતો. IPL 2023માં સાત મેચમાં 13.00ની સરેરાશ અને 118.18ના સ્ટ્રાઈક રેટથી માત્ર 78 રન બનાવ્યા હતા. કહેવાય છે ને કે સમયને બદલવો તે પણ આપણા જ હાથમાં હોય છે. એટલે કે પરાગે પોતાની જોરદાર બેટિંગના કારણે જે પણ ટ્રોલ્સ હતા તેને ચાહક બનાવી દીધા હતા.

આ પણ વાંચો: IPL 2024: પર્પલ કેપની રેસમાં આ બોલરે બુમરાહને પાછળ છોડી દીધો

ક્રિકેટમાં મજબૂત પ્રદર્શન
ખાસ વાત એ હતી કે રિયાનને એટલો લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો એમ છતા તેણે પોતાની ઉપર વિશ્વાસ રાખ્યો હતો. 24 માર્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે સિઝનની શરૂઆતની મેચમાં રાજસ્થાન માટે બેટિંગ કરવા આવ્યો હતો. આ સમય એવો હતો કે દરેક ક્રિકેટ ચાહકની નજર તેના પર હતી. આ મેચમાં તેણે રેયાને 29 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ તે સતત જોરદાર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે આ સિઝનમાં 400થી વધુ રન પોતાના નામે કર્યા છે અને તે આ સિઝનમાં આવું કરનાર પ્રથમ અનકેપ્ડ ભારતીય ખેલાડી છે.