વાહ કલાકાર વાહ… નક્શીકામની કલામાં બનાવ્યા વ્યક્તિ વિશેષને
દશરથસિંહ રાઠોડ,અમરેલી: ભગવાને કારીગરોને અદભુત કલાઓ દેન સ્વરૂપે આપી હોય છે. આજના સમયમાં કારીગરો ખૂબ ઓછા જોવા મળે છે. પોતાના વિચારોથી સુંદર કલા કંડારતા કારીગરો 21મી સદીમાં ભાગ્યે જ નજરે ચડે છે. પરંતુ હજુ પણ ગુજરાતના છેવાડાના ગામમાં કલા જીવે છે. અમરેલીમાં આવેલા સાવરકુંડલામાં એક શિલ્પ કારીગરે મહાનુભવોના ફોટા પરથી પોતાની આગવી કલાથી નક્શીકામ કરીને એમને એક અલગ રૂપ આપ્યું છે. એનું પરિણામ થાળીમાં જોવા મળી રહ્યું છે. આવું કેવી રીતે બન્યું, કેટલી મહેનત રહી અને આ કલાની શું ખાસિયત છે. જાણીએ એક ખાસ અહેવાલમાં…
સુંદર મજાની કળા
અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલામાં એક કારીગર છે. જેનું નામ કેતન રાઠોડ છે. નાની એવી દુકાનમાંથી 6 બાય 12માંથી હાથમાં ચીણી અને હથોડી વડે દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરનું શિલ્પ ચિત્ર કંડારી રહ્યા છે. આ સાથે દોઢ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જર્મન અને પિત્તળની સીટ ઉપર સુંદર મજાનું ચિત્ર બનાવ્યું છે. મોરના ઈંડાને ચીતરવા ન પડે તેમ કેતન રાઠોડના પિતા બળવંતભાઈ રાઠોડ પણ કલાકારીગીરી રહ્યા છે.
આ પણ વાંચો: લોકસભાની ચૂંટણીને લઈ મતદારોની ભ્રમણા સુરત જિલ્લા કલેકટરે કરી દૂર
કારીગર છે મોદીનો ચાહક
નકશી કામ કર્યા બાદ તેમને ચાંદીની પ્લેટ ચડાવી લેમિનેશન પણ કરવામાં આવે છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આ કારીગર નરેન્દ્ર મોદીનો ચાહક છે. છેલ્લા દોઢ બે મહિનાની અથાગ મહેનત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોતર કામ કરી ચાંદીની પ્લેટિંગ કરી અને લેટેસ્ટ લાઇટિંગ વાળી ફ્રેમ બનાવી છે. તેમની ઈચ્છા છે કે જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતમાં આવવાના છે ત્યારે તેઓ પોતાની હાથે જ મોદીને આપે. અંદાજે 25 હજારના ખર્ચે મોદીની આ કલાત્મક કોતરકામ ડિઝાઇનની સાથે તમામ કારીગરી કરવામાં આવી છે.