SEBIએ 1.3 કરોડ ઈનવેસ્ટર એકાઉન્ટને હોલ્ડ પર રાખ્યા
અમદાવાદ: સેબીએ લગભગ 1.30 કરોડ ઈનવેસ્ટર એકાઉન્ટ હોલ્ડ પર રાખ્યા છે. આ તમામ એકાઉન્ટ પર KYC નિયમોના કારણે કાર્યવાહી કરવામાં આવી છે. આ એકાઉન્ટથી રોકાણકારો સ્ટોક, મ્યુચુઅલ ફંડ અને કમોડિટીમાં રોકાણ નહીં કરી શકે. આ જાણકારી KYC રજિસ્ટ્રેશન કરવાવાળી સંસ્થા KRA દ્વારા આપવામાં આવી છે. સેમીના જણાવ્યા અનુસાર દેશમાં લગભગ 11 કરોડનું રોકાણ થયું છે.
KYC નિયમોના ઉલ્લંઘનને કારણે કાર્યવાહી કરવામાં આવી
દેશમાં હાજર 5 KRAs એ બુધવારે કહ્યું કે, વિવિધ KYC નિયમોના ઉલ્લંઘનને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઘણા ગ્રાહકો સતત ફરિયાદ કરતા હતા કે તેઓ KYC હોવા છતાં રોકાણ કરી શક્યા નથી. તેથી તમામ KRA એ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. KRA અનુસાર, પાન કાર્ડ અને આધાર કાર્ડ હોવા છતાં, ઘણા લોકોના કેવાયસી પૂર્ણ થયા નથી. તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડ એકબીજા સાથે જોડાયેલા નથી. આમાંથી ઘણા લોકોએ KYC માટે વીજળી અને ટેલિફોન બિલ અને બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ આપ્યા હતા. હવે સેબીએ સ્પષ્ટ કર્યું છે કે આને માન્ય દસ્તાવેજો ગણવામાં આવશે નહીં.
આ પણ વાંચો: લોકસભાની ચૂંટણીને લઈ મતદારોની ભ્રમણા સુરત જિલ્લા કલેકટરે કરી દૂર
KRA એ રોકાણકારોને ત્રણ કેટેગરીમાં વિભાજિત
1 એપ્રિલથી નવા નિયમો હેઠળ, તમામ KRA એ રોકાણકારોને ત્રણ કેટેગરીમાં વિભાજિત કર્યા છે. આને માન્ય, રજીસ્ટર અને હોલ્ડમાં વિભાજિત કરવામાં આવ્યા છે. KRAના અધિકારીએ જણાવ્યું કે રોકાણકારોને તેમના પાન કાર્ડ, આધાર કાર્ડ, ઈમેલ અને મોબાઈલ નંબરના આધારે અલગ-અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. રોકાણકારો કે જેનું કેવાયસી માન્ય છે તેઓ આરામથી રોકાણ કરવાનું ચાલુ રાખી શકે છે. રજિસ્ટર્ડ KYC હેઠળ આવરી લેવામાં આવેલા રોકાણકારો ફરીથી KYC કરાવીને રોકાણ ચાલુ રાખી શકે છે. જો કે, બેંક સ્ટેટમેન્ટ અને યુટિલિટી બિલ જેવા દસ્તાવેજો પ્રદાન કરનારાઓને હોલ્ડ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. તે બધા કોઈપણ પ્રકારનું રોકાણ કરી શકશે નહીં. ઉપરાંત, આ લોકો KYC દસ્તાવેજો અપલોડ કર્યા વિના તેમના પૈસા ઉપાડી શકશે.
7.9 કરોડ ઈનવેસ્ટર્સને પાસે વેલિડ KYC
KRAના જણાવ્યા અનુસાર, લગભગ 11 કરોડ રોકાણકારોમાંથી 7.9 કરોડની પાસે માન્ય કેવાઈસી છે. આ ઉપરાંત 1.6 કરોડ રોકાણકારોના રજિસ્ટર્ડ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 12 ચકા રોકાણકારોને હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. હવે રોકાણકારો કોઈ પણ કેઆરએની વેબસાઈડ પર જઈને દસ્તાવેજ અપલોડ કરી શકે છે.