January 19, 2025

ગરમી વધતા ઈ-કોમર્સ કંપનીની મુશ્કેલીઓ વધી, નથી મળી રહ્યા ડિલિવરી બોય

અમદાવાદ: વધતી ગરમી મુંબઈ, બેંગ્લોર અને દિલ્હી જેવા મોટા શહેરોમાં ઈકોર્મસ કંપનીઓને નુકસાન પહોંચાડી રહી છે, કારણ કે ડિજિટલ પ્લેટફોર્મ પોતાના મુખ્ય બજારમાં ડિલિવરી એજન્ટની ઘટતી સંખ્યાના કારણે ઘર્ષસ કરી રહ્યા છે. તેના પાછળ વધતી ગરમી મુખ્ય કારણ છે.

નથી મળી રહ્યા Delivery Boy
સામાન્ય રીતે ગરમીની સાથે સાથે મે-જુલાઈમાં ગિગ શ્રમિકોની સંખ્યામાં 5 ટકા જેટલો ઘટાડો આવે છે. ગિગ શ્રમિકો એટલે કે કંપનીના કાયમી નહીં પરંતુ કોન્ટ્રાક્ટ અંતર્ગત કામ કરે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે ભારતમાં વધતી ગરમીના કારણે શરૂઆતની સ્થિતિ ખરાબ કરી નાખી છે. તેમણે વધુમાં કહ્યું કે, એપ્રિલના ત્રિમાસિકમાં ઓનલાઈન કોર્મસ કંપનીઓમાં ખાસ કરીને ફ્લિપકાર્ડ, એમેઝોનથી લઈને ઝોમેટો, સ્વિગી, બ્લિંકિટ અને જેપ્ટો સુધીના ડિલીવરી કર્મચારીઓની ઉપસ્થિતિમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ડિલિવરી મોડી થઈ રહી છે. સૌથી વધારે અસર ફૂડ ડિલિવરીને લઈને થઈ રહ્યું છે.

આ વખતે નાના શહેરો પણ ગરમીની ઝપેટમાં
ડિલિવરી પ્લેટફોર્મ માટે ગીગ કામદારોની માંગ અને પુરવઠામાં એકંદરે અંતર છે. હવામાન પરિસ્થિતિઓ માત્ર બાબતોને વધુ ખરાબ બનાવે છે. આ વર્ષે, બેંગલુરુ, મુંબઈ, કોલકાતા અને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના નાના શહેરોમાં પણ આવી હવામાન પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. એક નિષ્ણાતનું કહેવું છે કે જો ગરમી આવી જ રહેશે તો તેની અસર વેચાણ પર પણ પડશે. કારણ કે જ્યારે ડિલિવરી એજન્ટની અછત હોય છે, ત્યારે ઓર્ડર સમયસર ડિલિવરી નહીં થાય, જેના કારણે ગ્રાહક ઓર્ડર રદ કરશે.

હવામાન વિભાગે પહેલાથી જ ચેતવણી આપી દીધી છે
1 એપ્રિલના રોજ ભારતીય હવામાન વિભાગ (IMD) એ એપ્રિલ-જૂન દરમિયાન ભારતમાં ભારે ગરમીની સ્થિતિને જાહેર કરી હતી. જેમાં મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના પ્રદેશોને અસર થવાની ધારણા હતી. ગુડગાંવ સ્થિત ક્વિક કોમર્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગરમી સંબંધિત ડિલિવરી વિક્ષેપની સમસ્યા સામાન્ય રીતે ઉત્તર ભારતમાં મે મહિનાના પ્રથમ સપ્તાહની આસપાસ શરૂ થાય છે, જે લગભગ બે મહિના સુધી ચાલે છે, ત્યારબાદ વરસાદ થાય છે, જે સંપૂર્ણપણે અલગ સમસ્યા રજૂ કરે છે .