January 28, 2025

બાંગ્લાદેશમાં બદમાશોએ ચૂંટણીના બે ‘ દિ પૂર્વે ટ્રેનને આગચંપી કરી

બાંગ્લાદેશની: “સીને મેં જલન આંખો મે તુફાન સા કયું હૈ, ઇસ શહેર મેં હર શખ્સ પરેશાન સા કયું હૈ”…ભારતીય ચૂંટણી પંચના અધિકારીઓ પાડોશી દેશ બાંગ્લાદેશમાં ચૂંટણી હેતું ગયા છે. પણ ચૂંટણીનું મતદાન થાય એ પહેલા જ માથાકુટની સાબિતીએ હચમચાવી દીધા છે. કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા છે. શુક્રવારે આ અધિકારીઓ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પહોંચ્યા હતા. જેના બીજા જ દિવસે કેટલાક બદમાશોએ ટ્રેનને આગચંપી કરી દીધી હતી.

5 લોકો મોતને ભેટ્યા
રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં શુક્રવારે તારીખ 5 જાન્યુઆરીની રાત્રે બદમાશોએ એક ટ્રેનમાં આગ લગાવી દીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ આગમાં 5 લોકો મોતને ભેટ્યા છે. જેમાંથી ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ બનાવ રાત્રે 9.05 વાગ્યાની આસપાસ બન્યો છે. આ બનાવની ખાતરી ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમના ડ્યુટી ઓફિસર ફરહાદુઝમાને કરી છે.

ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે થોડી જ વારમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બીજી તરફ 12 વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત રીતે ચૂંટણી દરમિયાન 48 કલાકની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા તારીખ 19 ડિસેમ્બરે એક ટ્રેનમાં આગ લાગી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. આજે બીજી વખત આ બનાવ ફરી બન્યો છે. બાંગ્લાદેશમાં 12મી સામાન્ય ચૂંટણી માટે 7 જાન્યુઆરીએ મતદાન કરવામાં આવશે. શેખ હસીના 2009થી બાંગ્લાદેશના વડાપ્રધાન છે. આજ વખતે 5મી વખત પીએમ પદના દાવેદાર બનવા જઈ રહ્યા છે.

https://twitter.com/neha_bisht12/status/1743498014830805395?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1743498014830805395%7Ctwgr%5E48648ad271c1944f080ed5e20aa7a5f4bb4070bb%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fwhy-violence-is-happening-everywhere-in-bangladesh-24-hours-before-voting-the-train-was

આગ 5 કોચમાં ફેલાઈ ગઈ
પોલીસ અધિકારી અનવર હુસૈને આપેલી માહિતી અનુસાર તેમને શંકા છે કે આગ તોડફોડના કારણે લાગી હતી. પોલીસ તમામ જાણકારી મેળવી રહી છે. બદમાશો દ્વારા લાગેલી આગ ટ્રેનના 5 કોચમાં ફેલાઈ ગઈ હતી. એજન્સી એએનઆઈ અનુસાર બાંગ્લાદેશે ચૂંટણીની તૈયારીઓ પુરી કરી દીધી છે. બાંગ્લાદેશમાં ચૂંટણીના બે દિવસ પહેલા ભારતના ચૂંટણી પંચના ત્રણ સભ્યો શુક્રવારે ઢાકા પહોંચ્યા હતા. EU સહિત લગભગ 30 દેશોના 180 નિષ્ણાતો હાજર રહેશે.

રેલવે અધિકારીએ આપી માહિતી
બાંગ્લાદેશ રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેનમાં મોટાભાગના મુસાફરો ભારતથી આવી રહ્યા હતા. બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNPના વરિષ્ઠ નેતા રૂહુલ કબીર રિઝવીએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટના બનતાની સાથે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગ કરી છે. શુ રાજધાની ઢાકાના કમાલપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ ફાટી નીકળી હતી.

જનતાની માફી માંગી
પીએમ હસીનાએ દેશની માફી માંગી છે. ચૂંટણી પહેલા પોતાના છેલ્લા ભાષણમાં હસીનાએ જનતાની માફી માંગી હતી અને કહ્યું કે મારા કાર્યકાળ દરમિયાન જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું તમારી માફી માંગુ છું. જો મને ફરીથી સરકાર બનાવવાની તક મળશે તો હું આ ભૂલોને સુધારવાનો પૂરો પ્રયાસ કરીશ. હસીનાએ જનતાને મતદાન કરવાની પણ અપિલ કરી હતી. તારીખ 7 જાન્યુઆરી 2024ના મતદાન થવાનું છે.

આ પણ વાચો: થેમ્સના કિનારે ડિફેન્સ થિયરી, રાજનાથસિંહ કરશે સૈન્ય સમજુતીની ચર્ચા