December 23, 2024

ભારે પવનના કારણે ગિરનારમાં રોપવે સેવા બંધ કરાઈ, પ્રવાસીઓને પડશે હાલાકી

સૌરાષ્ટ્ર:  હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે જ્યારે રાજ્યભરના લોકો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગિરનારની મુલાકાત લેતા હોય છે. પરંતુ હાલ ભારે પવનના કારણે ગિરનારની રોપવે સેવાઓ બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે સુરક્ષાના કારણે રોપવે બે દિવસથી બંધ છે.

મળતી માહિતી અનુસાર ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે સુરક્ષાના કારણોસર રોપવે બે દિવસથી બંધ છે. વાતાવરણ સામાન્ય થયા બાદ ફરી રોપવે સેવા કાર્યરત થશે. નોંધનીય છે કે ઉનાળું વેકેશનને કારણે પ્રવાસીઓ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગિરનારની મુલાકાત લેતા હોય છે. પરંતુ ભારે પવને કારણે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. ગિરનાર પર્વતની યાત્રાએ આવતા પ્રવાસીઓને હાલાકી પડી શકે છે. તમને જણાવી દઇએ કે વાતાવરણમાં ફેરફાર થયા બાદ રોપવે સુવિધા શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે ભારે પવન ફૂંકાતા આ રોપ વે સેવા બંધ રખાઇ છે. પ્રવાસીની સુરક્ષાને ધ્યાને લઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે. વાતાવરણ અનુકૂળ થતા ફરીથી રાબેતા મુજબ રોપવે સેવા શરૂ કરવામાં આવશે.