IPL 2024: KL રાહુલે વિરાટ કોહલીને આ રેકોર્ડમાં પાછળ છોડી દીધો
IPL 2024: રાજસ્થાન રોયલ્સે લખનૌની ટીમને 7 વિકેટે હરાવ્યું હતું. લખનૌ આ મેચમાં હાર થઈ હતી, પરંતુ એમ છતાં આ ટીમના કેએલ રાહુલે આ મેચમાં ઈતિહાસ રચ્ચો છે. કેએલ રાહુલે વિરાટ કોહલીને પણ આ રેકોર્ડમાં પાછળ છોડી દીધો છે.
યાદીમાં થઈ ગયો સામેલ
કેએલ રાહુલને આ મેચમાં 4000 રન પૂરા કરવા માટે ખાલી 35 રનની જરૂર હતી. તેણે 35 રન બનાવતાની સાથે તેણે 4000 રન બનાવવાની યાદી સમાવેશ થઈ ગયો હતો. IPLમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 4000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મેચ દરમિયાન રાહુલે 48 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી. આ રેકોર્ડમાં તેણે વિરાટને પણ પાછળ છોડી દીધો છે. વિરાટને 4000 રન પૂરા કરવા માટે 107 મેચની જરૂર હતી. તો બીજી બાજૂ તે જ સમયે કેએલ રાહુલે માત્ર 94 મેચમાં 4041 રન પૂરા કર્યા છે.
આ પણ વાંચો: IPL 2024: ધ્રુવ જુરેલે પરિવાર સાથે તેની પ્રથમ IPL ફિફ્ટી સેલિબ્રેટ કરી
સૌથી વધુ રન
IPLમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી શિખર ધવન છે. તેણે 202 ઇનિંગ્સમાં 6362 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજા ખેલાડીઓના નામ આવે છે. જેમાં કેએલ રાહુલ, વિરાટ કોહલી ડેવિડ વોર્નર, ક્રિસ ગેલ આવે છે. કેએલ રાહુલે 94 ઇનિંગ્સમાં 4041, વોર્નરે 162 ઇનિંગ્સમાં 5909 રન, ગેલે 122 ઇનિંગ્સમાં 4480 રન, વિરાટ કોહલીએ 107 ઇનિંગ્સમાં 4041 રન બનાવ્યા છે.
કેએલ રાહુલે કહી આ વાત
કેએલ રાહુલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં હાર બાદ કહ્યું કે મને લાગે છે કે અમે આ મેચમાં 20 રન ઓછા બનાવ્યા છે. મને લાગે છે કે 15મી ઓવર સુધીમાં અમે 150 રનની નજીક પહોંચી ગયા હતા. વિકેટ વહેલી ગુમાવવાના કારણે અમારે થોડી સાવધાનીથી રમવું પડ્યું હતું. જો હુડ્ડા અને મેં 20-20 વધુ રન બનાવ્યા હોત તો કદાચ જીત અમારી થઈ હોત. અમે વિચાર્યું હતું કે છેલ્લી ઓવરોમાં અમે બિશ્નોઈનો ઉપયોગ કરીશું. પરંતુ આખરે મેચમાં હારવાનો વારો આવ્યો હતો.