December 19, 2024

હોલીવુડ અભિનેતા ક્રિશ્ચિયન ઓલિવર અને બે દીકરીઓનું પ્લેન ક્રેશમાં નિધન

હોલીવુડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા ક્રિશ્ચિયન ઓલિવર અને તેમની બે પુત્રીઓનું અવસાન થયું છે. મળતી માહિતી મુજબ તેમનું પ્લેન ટેકઓફ કર્યા બાદ તરત જ કેરેબિયન સમુદ્રમાં પડી ગયું હતું. ઓલિવર “ધ ગુડ જર્મન” અને 2008ની એક્શન-કોમેડી “સ્પીડ રેસર”માં જ્યોર્જ ક્લુની સાથે મોટા પડદા પર દેખાયા હતા.

રોયલ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડીન્સ પોલીસ ફોર્સ દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના બાદ માછીમારો, ડાઇવર્સ અને કોસ્ટ ગાર્ડ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા, જ્યાંથી ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. મૃતકોની ઓળખ 51 વર્ષીય ઓલિવર, તેની બે પુત્રીઓ મદિતા (10 વર્ષ), અનિક (12 વર્ષ) અને પાઈલટ રોબર્ટ સૈશ તરીકે થઈ છે.

ગુરુવારે બપોરના થોડા સમય પછી પ્લેન ગ્રેનેડાઇન્સના એક નાનકડા ટાપુ બેક્વિઆથી સેન્ટ લુસિયા તરફ જતું હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે અભિનેતા તેના પરિવાર સાથે વેકેશન અન્જોય કરી રહ્યા હતા. થોડા દિવસો પહેલા, ઓલિવરે ઇન્સ્ટાગ્રામ પર એક બીચની તસવીર પોસ્ટ કરી હતી અને કેપ્શનમાં લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું, “સ્વર્ગમાં ક્યાંકથી શુભેચ્છાઓ…કોમ્યુનિટી અને પ્રેમ માટે…2024 અમે અહીં છીએ.

ઓલિવરની કારકિર્દી વિશે વાત કરીએ તો તેમને 60 થી વધુ ફિલ્મ અને ટીવી શોનો ભાગ રહ્યા હતા. જેમાં ટોમ ક્રૂઝની ફિલ્મ ‘વાલ્કીરી’નો નાનકડો રોલ પણ સામેલ હતો.

તેણીની કારકિર્દીની શરૂઆતની ભૂમિકાઓમાં ટીવી શ્રેણી “સેવ્ડ બાય ધ બેલ: ધ ન્યૂ ક્લાસ” અને ફિલ્મ “ધ બેબી-સિટર્સ ક્લબ”નો સમાવેશ થાય છે. તેમણે બે સીઝન માટે લોકપ્રિય જર્મન ભાષાના શો “એલાર્મ ફર કોબ્રા 11” માં પણ અભિનય કર્યો હતો.