અમેરિકામાં અકસ્માત થતા આણંદની ત્રણ મહિલાના મોત, ડ્રાઇવર સારવાર હેઠળ
આણંદઃ અમેરિકામાં 26મી એપ્રિલે રાતે થયેલા અકસ્માતમાં આણંદની 3 મહિલાના મોત નીપજ્યા છે. એટલાન્ટાથી ગ્રીન વિલે સાઉથ તરફના હાઇવે પર કારનો અકસ્માત થયો હતો.
મળતી માહિતી પ્રમાણે, બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામની મહિલાના કારનો અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે જતી વખતે કારચાલકે કાબૂ ગુમાવતા કાર બ્રિજ સાથે અથડાઈ હતી. ત્યારબાદ ઝાડ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણેય મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઉપરાંત કાર ડ્રાઇવર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ચારેયને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ત્રણેય મહિલાઓને મૃતક જાહેર કરી હતી. જ્યારે ડ્રાઇવરની હાલત ગંભીર હોવાથી તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલાઓ વર્ષ 1985માં અમેરિકામાં સ્થાયી થઈ હતી.
મૃતકના નામ
- રેખાબેન પટેલ
- સંગીતાબેન પટેલ, વાસણા, બોરસદ
- મનિષાબેન પટેલ, કાવિઠા