December 17, 2024

‘હું શ્વાસ લઈ શકતો નથી’ અમેરિકન પોલીસે અશ્વેત વ્યક્તિનું ગળું ઘૂંટણથી દબાવતા મોત

america ohio police decalre video of black man said i cant breathe

અમદાવાદઃ અમેરિકાના ઓહાયોમાં પોલીસે એક અશ્વેત વ્યક્તિનો વીડિયો ફૂટેજ જાહેર કર્યો છે. પોલીસે તેને પકડવા માટે જમીન પર ફેંકી દીધો હતો. આ વીડિયોમાં તે વ્યક્તિ પોલીસને વારંવાર કહેતો જોવા મળે છે કે, તે શ્વાસ લઈ શકતો નથી. ત્યારપછી તે મૃત્યુ પામે છે.

કેન્ટન પોલીસ વિભાગે બુધવારે વીડિયો જાહેર કર્યો હતો. તેમાં ફ્રેન્ક ઇ ટાઇસનનું મોત થતું બતાવવામાં આવે છે. આ વ્યક્તિ કેન્ટનનો રહેવાસી હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, અધિકારી ઘટનાસ્થળે પહોંચે છે અને ટાયસન તેમનો સામનો કરે છે અને પછી તેની ધરપકડ કરવાની કોશિશ કરે છે.

વીડિયોમાં દેખાય છે કે, અધિકારી ટાયસનની ધરપકડ કરવા માટે બળજબરી કરી રહ્યા છે. ત્યારબાદ એક અધિકારી ટાયસનને જમીન પર પછાડીને પાછળથી ઘૂંટણ વડે તેને દબાવે છે. આ દરમિયાન ટાયસન બૂમો પાડે છે કે, હું શ્વાસ લઈ નથી શકતો. તેની કેટલીક મિનિટ બાદ ટાયસનના શરીરનું હલનચલન બંધ થઈ જાય છે અને તેની મોત થઈ જાય છે.

જો કે, 18 એપ્રિલે આ ઘટનાને લઈને પોલીસે દાવો કર્યો હતો કે, કેન્ટન શહેરની પૂર્વીય સરહદ પાસે ટાયસન કાર અથડાવીને ભાગ્યો હતો. પોલીસ વિભાગે તેમાં સામેલ અધિકારીઓની ઓળખ બ્લૂ શોનેગે અને કેમડેન બર્ચ તરીકે કરી હતી. બંનેને તપાસ ચાલુ છે ત્યાં સુધી રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. ઓહિયો ગુના તપાસ બ્યૂરો આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, અધિકારીઓએ શેરિક રોડ સાઉથ વેસ્ટના 1700 બ્લોકમાં રાતે અંદાજે સવા આઠ વાગ્યે એક અકસ્માતની સૂચના પછી કાર્યવાહી કરી હતી. કેન્ટનના મેયર વિલિયમ શેરર દ્વિતીયએ એક નિવેદન જાહેર કર્યું છે કે, ‘આજે અમે ટાયસનના મોત સાથે જોડાયેલી એક વીડિયો ફૂટેજ જાહેર કરી છે. હું ટાયસનના પરિવારજનોને મળ્યો અને સંવેદના વ્યક્ત કરી હતી. મારો ઉદ્દેશ્ય આ સમાજ માટે પારદર્શિતાનો જ છે.’