January 21, 2025

IPL ગેરકાયદે સ્ટ્રીમિંગ કેસમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ

અમદાવાદ: તમન્ના ભાટિયા હમેંશા કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લોકોને પ્રભાવિત કરતી અભિનેત્રી ફરી એક વાર ચર્ચામાં આવી છે. પરંતુ આ વખતે તે કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ આ વખતે તેનું નામ કાયદાકીય બાબતને લઈને સામે આવ્યું છે. મહારાષ્ટ્ર સાયબર સેલે IPL સંબંધિત કેસમાં તેમને સમન્સ જારી કર્યા છે.

મુશ્કેલીઓના કારણે ચર્ચામાં
બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા હંમેશા ફરી એક વખત ચર્ચામાં આવી છે. IPL મેચ સ્ટ્રીમિંગ કેસમાં તેનું નામ સામેલ થઈ ગયું છે. આ પહેલા અભિનેતા સંજય દત્તનું નામ આવ્યું હતું. મહારાષ્ટ્ર સાયબર બ્રાન્ચે તમન્ના ભાટિયાને 29 એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. જ્યાં તેને આ કેસ સાથે જોડાયેલ સવાલો કરવામાં આવશે. આ કારણોથી હવે એવું લાગી રહ્યું છે કે તેની મુશ્કેલીમાં વધારો થયો છે.

કરોડો રૂપિયાનું નુકસાન
એક માહિતી અનુસાર ફેરપ્લે એપ પર IPL 2023 ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સંબંધિત કેસમાં તમન્નાની પૂછપરછ કરવામાં આવશે. જેના કારણે વાયાકોમને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેની સાક્ષી તરીકે બોલાવવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન તેને આ કેસ સાથે જોડાયેલ તમામ સવાલો કરવામાં આવશે.અભિનેત્રીને પૂછવામાં આવશે કે ફેરપ્લે માટે તેનો કોણે સંપર્ક કર્યો હતો અને તેના માટે તેને કેટલા પૈસા આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, તમન્ના ભાટિયાએ ફેરપ્લેનું પ્રમોશન કર્યું હતું.

આ પણ વાંચો: માર્કસ સ્ટોઇનિસે IPLમાં 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

 

ANI ટ્વીટમાં આપી જાણકારી
ANIએ પોતાના ટ્વીટ દ્વારા માહિતી આપી હતી. જેમાં લખવામાં આવ્યું કે માત્ર તમન્નાનું નામ સામેલ નથી, પરંતુ તેના પહેલા સંજય દત્તને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે. આ સમયે સંજય દત્તે કહ્યું કે તે હાલમાં મુંબઈમાં હાજર નથી, જેના કારણે તે આપેલી તારીખે હાજર થઈ શકશે તેમ નથી.વાયાકોમે અભિનેત્રી વિરુદ્ધ મહારાષ્ટ્ર સાયબર સેલમાં આ ફરિયાદ કરી છે. જેમાં તમન્ના અને સંજય દત્ત પહેલા રેપર બાદશાહને બોલાવીને તેનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. વાયાકોમને ફેર પ્લેના કારણે 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.