January 21, 2025

કચ્છમાંથી મળ્યા 5 કરોડ વર્ષ જૂના સાપના અવશેષ, 19 વર્ષે વૈજ્ઞાનિકોએ રહસ્ય ખોલ્યું

કચ્છઃ ગુજરાતમાંથી વર્ષો જૂના મહાકાય સાપના આવશેષો મળી આવ્યા છે. કચ્છમાંથી વર્ષ 2005માં મળેલા અવશેષોના સંશોધનમાં મોટો ખુલાસો થયો છે. કચ્છના પાન્ધ્રોમાંથી કરોડો વર્ષ જૂના સાપના આવશેષ મળી આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, કચ્છના પાન્ધ્રોમાંથી 5 કરોડ વર્ષ જૂના સાપના અવશેષો મળ્યા છે. IIT રૂરકીના વૈજ્ઞાનિકોએ વર્ષ 2005માં અવશેષ મળી આવ્યા હતા. સુનિલ બાજપાઈ અને પોસ્ટ-ડોક્ટરલ ફેલો દેબજિત દત્તાના સંશોધનમાં અવશેષ મળી આવ્યા છે.

IIT રૂરકીને કચ્છમાં કોલસાની ખાણમાંથી ટુકડા મળી આવ્યા હતા. IITના પ્રોફેસર દ્વારા સાપની એક પ્રાચીન પ્રજાતિને શોધવામાં આવી છે. વર્ષ 2005થી અત્યાર સુધી ટુકડાઓનું સંશોધન કરતા હતા. ત્યારે આ સંશોધનમાં મોટો ખુલાસો થયો છે.

વર્ષ 2005માં 27 મોટા હાડપિંજરના ટુકડા મળ્યા હતા. સંશોધન દરમિયાન, સાપના હાડકામાં કેટલાક ખાસ નિશાન જોવા મળ્યા છે. આ અલગ નિશાન સાપને અન્ય સાપ કરતાં અલગ બનાવે છે. ટુકડાઓ સંપૂર્ણ વિકસિત પુખ્ત સાપના હોવાનું પણ સામે આવ્યું છે.

વૈજ્ઞાનિકોએ સાપના અવશેષોને ‘વાસુકી ઈન્ડિક્સ’ નામ આપ્યું છે. ભગવાન શિવના ગળામાં લગાવેલા સાપના નામથી આ નામ આપવામાં આવ્યું છે. આ સાપને દુનિયાનો સૌથી લાંબો સાપ વૈજ્ઞાનિકો માની રહ્યા છે. સાપની લંબાઈ અંદાજી 11થી 15 મીટરની હોઈ શકે છે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.