December 18, 2024

અમેરિકા, કેનેડા અને યુરોપ જતા લોકો માટે ખરાબ સમાચાર

અમદાવાદ: જો તમે આવનારા દિવસોમાં અમેરિકા, કેનેડા કે યુરોપ જવાનું વિચારી રહ્યા છો તો તમારો ખર્ચ વધી શકે છે. પશ્ચિમ એશિયામાં તણાવને કારણે એરલાઈન્સ કંપનીઓ ઈરાનની એરસ્પેસનમાં જનાનું ટાળી રહી છે. આ કારણે ફ્લાઈટ્સ સામાન્ય મુસાફરીના સમય કરતાં 45 મિનિટ વધુ સમય લઈ રહી છે. એર ઈન્ડિયા, વિસ્તારા અને ઈન્ડિગો સહિત ઘણી મોટી ભારતીય એરલાઈન્સ કંપનીઓના વિમાન ઈરાનની એરસ્પેસ ટાળી રહ્યા છે. તેઓ મધ્ય પૂર્વ અને અરેબિયન દ્વીપકલ્પ ઉપર ઉડી રહ્યા છે.

રૂટમાં ફેરફારને કારણે તેમને વધુ ઇંધણની જરૂર પડી રહી છે. ઈંધણની કિંમતમાં વધારાને કારણે આ કંપનીઓ પર દબાણ વધ્યું છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આગામી દિવસોમાં અમેરિકા અને યુરોપ જતા મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડી શકે છે.

ઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ
તાજેતરમાં ઈરાને ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો અને ડ્રોન છોડ્યા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈઝરાયેલ ટૂંક સમયમાં જ જવાબી કાર્યવાહી કરી શકે છે. આ જ કારણ છે કે એવિએશન કંપનીઓ ઈરાનની એરસ્પેસનો ઉપયોગ કરવાનું ટાળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી અને મુંબઈથી લંડન, પેરિસ, ફ્રેન્કફર્ટ અને ન્યૂયોર્ક જેવા શહેરોની ફ્લાઈટમાં 15 થી 45 મિનિટનો વધુ સમય લાગી રહ્યો છે.

આ પણ વાંચો: વાઘોડિયા વિધાનસભાની બેઠક પર ત્રિપાંખિયો જંગ, મધુ શ્રીવાસ્તવે અપક્ષ ફોર્મ ભર્યું

ટાટા ગ્રૂપની એરલાઈન વિસ્તારાનું કહેવું છે કે તેના વિમાનો ઈમરજન્સી એર રૂટનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ફ્લાઈટ્સનો આવવાનો સમય વધી ગયો છે અને ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ભારતથી અમેરિકા, કેનેડા, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોના હવાઈ ભાડામાં વધારો થઈ શકે છે.

મુંબઈ-પેરિસ ફ્લાઈટનો સમય વધી ગયો
કોમર્સિયલ એરલાઇન્સ ભાડાને સમાયોજિત કરવા માટે ગતિશીલ ભાવોનો ઉપયોગ કરે છે. તે માર્ગ સહિત ઘણા પરિબળો પર આધાર રાખે છે. જો રૂટ લાંબો હશે તો એરલાઇન કંપનીઓ માટે તે વધુ મોંઘો પડશે. ઈઝરાયેલ પર હુમલો કરતા પહેલા ઈરાને એર મિશનને નોટિસ જારી કરીને આ અંગેની જાણકારી આપી હતી. વિમાનોને ઈરાની એરબેઝથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.

ઈઝરાયેલની જવાબી કાર્યવાહીના ડરથી મોટાભાગની એરલાઈન્સ ઈરાનની એરસ્પેસ ટાળી રહી છે. જેના કારણે તેમનો રૂટ લાંબો થઈ ગયો છે. ઉદાહરણ તરીકે, વિસ્તારાની મુંબઈ-પેરિસ નોન-સ્ટોપ ફ્લાઈટ લગભગ 45 મિનિટ વધારે લે છે.