December 25, 2024

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્ર, ક્યાંક જાહેર સભા તો ક્યાંક રેલી

Gujarat lok sabha election bjp congress candidate filed form

અમદાવાદઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પાર્ટીથી લઈને ઉમેદવારો સહિત પ્રજાજનોમાં પણ અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો ત્રીજો દિવસ છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રામનવમીની રજા હતી. જેથી આજે ભાજપના અને કોંગ્રેસના ઘણાં દિગ્ગજો ઉમેદવારી પત્ર ભરશે. ઘણાં લોકસભા વિસ્તારમાં ઉમેદવારી પત્ર ભરતા પહેલાં રેલી અને સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

લોકસભાના કયા ઉમેદવારોએ ફોર્મ ભર્યા?

  • અમરેલી – ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા
  • વડોદરા – કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર
  • જૂનાગઢ – કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવા
  • આણંદ – કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા
  • ખેડા – કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી
  • પાટણ – કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર
  • દાહોદ – કોંગ્રેસના ઉમેદવાર પ્રભા તાવિયાડ
  • ભરૂચ – આપના ઉમેદવાર ચૈતર વસાવા

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે આ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

  • માણાવદર – ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી
  • ખંભાત – ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ
  • માણાવદર – કોંગ્રેસના ઉમેદવાર હરિ કણસાગરા