લોકસભા ચૂંટણીની દરેક રેલી-રોડ શોના અંતે સફાઈ કર્મચારીઓની ટીમ રહેશે હાજર
Lok Sabha Election 2024: દેશ આખામાં લોકસભા ચૂંટણીને લઇ તમામ પાર્ટીઓનો પ્રચાર જોરશોરથી શરૂ છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ પાર્ટીના ઉમેદવારો પોતપોતાના ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે લોકશાહીના આ પર્વમાં જાહેર જનતા પણ ભાગ લઈ રહી છે.
એવામાં ગુજરાતની વાત કરીએ તો, અહીં પણ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પોતાના સંસદીય ક્ષેત્રમાં મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓને સાથે રાખી પ્રચાર, રેલી, રોડ શો અને કરી રહ્યા છે. આવામાં અમદાવાદમાં જાહેર રેલી અને રોડ શો બાદ રસ્તા પર થતી ગંદકીને સાફ કરવા માટે સફાઈ કામદારોની ટીમ ગોઠવી દેવામાં આવી છે.
ગુજરાતના તમામ વિધાનસભા ક્ષેત્રમાં સફાઈ કામદારોની ટીમોને ખડકી દેવામાં આવી છે. જેઓ રોડ શો અને રેલી બાદ સાફસફાઇ કરીને શહેરની સુંદરતાને જાળવી રાખશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ કર્મચારીઓની અલગ-અલગ ટીમોને શહેરમાં થતા રોડ શો અને રેલીઓની પાછળ ગોઠવી દેવાયા છે. જેઓ શહેરના જાહેર રસ્તાઓની સફાઈ કરશે.
આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શો કરી રહ્યા છે. જેમાં પણ મોટી સંખ્યમાં જનમેદની ઉમટી પડી છે. આ દરમિયાન જાહેર જનતા દ્વારા રોડ રસ્તા પર ફેંકાતા કચરાને સફાઇકર્મીઓની ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવશે અને રોડ પર ગંદકી ન થાય તે માટે કામ કરતા રહેશે.